ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી સેનાએ ઈરાનના ખાર્ક આઇલેન્ડ પર જોરદાર બોમ્બમારી કરી છે. તેમના કહેવા મુજબ આ હુમલામાં દ્વીપ પર આવેલા તમામ સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો જરૂર પડશે તો ત્યાંના મહત્વપૂર્ણ તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આગળનું નિશાન બની શકે છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું 

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે આ હુમલો આ વિસ્તારમાં થયેલી સૌથી શક્તિશાળી સૈન્ય કાર્યવાહીમાંથી એક હતો. તેમણે લખ્યું કે થોડા સમય પહેલાં તેમના નિર્દેશ પર અમેરિકાની યુનાઇટેડ સ્ટેટ કમાન્ડે મધ્ય પૂર્વના ઈતિહાસમાં થયેલા સૌથી શક્તિશાળી બોમ્બમારી અભિયાનોમાંના એકને અંજામ આપ્યો. આ દરમિયાન ઈરાનના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક વિસ્તાર ખાર્ક દ્વીપ પર આવેલા તમામ સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યા.

https://twitter.com/ANI/status/2032601953528840590

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકાના હથિયારો વિશ્વમાં સૌથી શક્તિશાળી અને અદ્યતન છે, પરંતુ સંયમ અને સાવચેતી રાખીને દ્વીપ પર આવેલા ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમેરિકાના હથિયારો વિશ્વમાં સૌથી શક્તિશાળી અને અદ્યતન

તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન અથવા કોઈ અન્ય દેશ સ્ટ્રેટ ઓફ હોર્માઝ મારફતે પસાર થતા જહાજોની સ્વતંત્ર અને સુરક્ષિત અવરજવર રોકવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા તરત જ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકી સેનાને ફરી મજબૂત બનાવી છે અને આજે તે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ બની ગઈ છે.

ખાર્ક આઇલેન્ડ ઈરાનના તેલ નિકાસ માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર 

ઉલ્લેખનીય છે કે ખાર્ક આઇલેન્ડ ઈરાનના તેલ નિકાસ માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને ખાડી વિસ્તારમાં અત્યંત વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ હાલ દ્વીપના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાનો ટાળ્યો છે, પરંતુ જો ઈરાન શિપિંગ માર્ગમાં અવરોધ ઉભો કરશે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે

આ પણ વાંચો : Pakistan Military Airstrikes: પાકિસ્તાની એરફોર્સે અફગાની શહેરોમાં કરી એરસ્ટ્રાઇક