યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે તાજેતરમાં ચાલેલા તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. ઇરાન વિરુદ્ધ યુએસ લશ્કરી અભિયાનમાં સહયોગ કરવાનો ઇટાલીએ ઇનકાર કરતા બંને નેતાઓ વચ્ચે જાહેર મંચ પર તીવ્ર શબ્દયુદ્ધ જોવા મળ્યું હતું, પરંતુ હવે બંને પક્ષે નરમાશ જોવા મળી રહી છે.
https://twitter.com/GBC_Press/status/2074199955045068879
વિવાદનું મૂળ કારણ શું હતુ?
તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે નાટો સાથીઓ, ખાસ કરીને ઇટાલીની ટીકા કરતા કહ્યું કે, અમેરિકાએ દાયકાઓ સુધી તેમનું રક્ષણ કર્યું છે, છતાં ઇરાન સામેના અભિયાનમાં ઇટાલીએ ટેકો આપ્યો નથી. આ ઉપરાંત, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક ફોટો શેર કરીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે મેલોનીએ G-7 સમિટ દરમિયાન તેમની સાથે ફોટો પડાવવા માટે "ભીખ માંગી" હતી. જોકે, મેલોનીએ આ દાવાને સખત શબ્દોમાં ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, "મેં કે ઇટાલીએ ક્યારેય કોઈની પાસે આવી ભીખ માંગી નથી." આ વિવાદના કારણે ઇટાલીના વિદેશ પ્રધાને પોતાની નિર્ધારિત અમેરિકા મુલાકાત પણ રદ કરી દીધી હતી.
