અમેરિકામાં સ્થાયી થવું કે ભારતમાં સારી કમાણી કરીને રહેવું, આ વિષય પર હંમેશાં ચર્ચા ચાલતી રહે છે. એમેઝોનમાં એન્જિનિયર તરીકે કામ કરતી ભારતીય મૂળની હરિકા સેટ્ટીએ તાજેતરમાં કન્ટેન્ટ ક્રિએટર ઉમંગ ચૌધરી સાથેની વાતચીતમાં આ મુદ્દે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.

ભારતમાં લક્ઝરી લાઈફ અને નાણાકીય પાસું

હરિકાના જણાવ્યા અનુસાર, જો માત્ર પૈસા અને જીવનશૈલીની વાત કરવામાં આવે તો ભારતમાં વાર્ષિક 40 લાખનું પેકેજ વધુ સારું છે. ભારતમાં આટલી આવક સાથે વ્યક્તિ ખૂબ જ આરામદાયક અને લક્ઝુરિયસ જીવન જીવી શકે છે, જ્યારે અમેરિકામાં મોંઘવારી વધારે હોવાથી તેવો અનુભવ મળવો મુશ્કેલ છે.

ટેકનોલોજી અને કરિયર ગ્રોથ માટે અમેરિકા પસંદ

આર્થિક પાસાં કરતાં કરિયર ગ્રોથને મહત્વ આપતાં હરિકાએ જણાવ્યું કે, ટેકનોલોજી, એક્સપોઝર અને રિસોર્સિસની દ્રષ્ટિએ અમેરિકા ઘણું આગળ છે. ત્યાં મોટી કંપનીઓ પાસે અધ્યતન ટેકનોલોજી અને વિપુલ પ્રમાણમાં ડેટા તથા કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ હોય છે, જેનાથી લેટેસ્ટ ટેકનોલોજી પર કામ કરવાનો મોકો મળે છે. આ જ કારણે તે 1.67 કરોડની નોકરી પસંદ કરશે.

અમેરિકા શિફ્ટ થવાનો નિર્ણય 200% સાચો

હરિકાએ ઉમેર્યું કે યુએસ શિફ્ટ થવાનો નિર્ણય તેના માટે 200% યોગ્ય સાબિત થયો છે. ભારતમાંથી બેચલર્સ કર્યા પછી તેનો ધ્યેય માત્ર નોકરી મેળવવાનો હતો, પરંતુ અમેરિકા આવ્યા બાદ તેનામાં કામ પ્રત્યે પેશન અને મહત્વાકાંક્ષા વધી છે. હવે તે પોતાના કામને માણે છે.

બચત અને ખર્ચનું સંચાલન

સિએટલ (Seattle) માં રહેતી હરિકા ટેક્સ પછીની પોતાની આવકમાંથી 15% ભાડામાં, 10% ખોરાક અને મુસાફરીમાં તથા 5% કાર પાછળ ખર્ચે છે. યોગ્ય બજેટિંગના કારણે તે પોતાની કમાણીમાંથી 60% થી 65% સુધીની બચત કરી લે છે.

આ પણ વાંચો: France Wild fire:ફ્રાન્સ-સ્પેનના જંગલની આગ બની 'વિનાશક' સ્થાનિકો ઘર છોડવા મજબૂર