થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન પૂર્વી અમેરિકામાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મિઝોરીથી લઈને ન્યૂ યોર્ક સુધી ફેલાયેલા આ તોફાનને કારણે ભારે વરસાદ, હિમવર્ષા, પૂર અને તોફાની પવનો ફૂંકાયા હતા, જેના પરિણામે સામાન્ય જનજીવન અને રજાઓની મુસાફરી પર ગંભીર અસર પડી છે.

7 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ

US ના ડેટા મુજબ, વાવાઝોડાને કારણે અમેરિકાના અનેક રાજ્યોમાં 7,24,000 થી વધુ ગ્રાહકોએ વીજળી ગુમાવી હતી. સૌથી વધુ અસર વર્જિનિયામાં જોવા મળી, જ્યાં 2,00,000 થી વધુ ઘરોમાં અંધારપટ છવાયો હતો. આ ઉપરાંત, મેરીલેન્ડમાં 1,50,000 થી વધુ, મિઝોરીમાં રાતોરાત થયેલી બરફવર્ષાને કારણે 1,29,000 થી વધુ, પેન્સિલવેનિયામાં 70,000 થી વધુ અને ન્યુ જર્સીમાં 60,000 થી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉત્તર કેરોલિના, ઇલિનોઇસ અને ડેલાવેર પણ આ તોફાનની ઝપેટમાં આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીનું સ્તર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

મુખ્ય પુલ બંધ અને રસ્તાઓ અસુરક્ષિત

વિસ્તારમાં 50 થી 70 માઈલ પ્રતિ કલાક (mph) ની ઝડપે પવન ફૂંકાવાને કારણે માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થયું હતું. પેન્સિલવેનિયા અને ન્યુ જર્સીને જોડતા મુખ્ય 'કોમોડોર બેરી બ્રિજ' પર ટ્રાફિક લેન ઉપરના વર્ક પ્લેટફોર્મને નુકસાન થતાં પુલ બંધ કરવાની ફરજ પડી હતી. ડેલવેર રિવર પોર્ટ ઓથોરિટી (DRPA) એ મુસાફરી માટે રસ્તો અસુરક્ષિત જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે હવામાન સુધર્યા બાદ સમારકામ કરીને પુલ ફરી શરૂ કરવામાં આવશે.
https://x.com/MarioNawfal/status/2126003981893947425?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126003981893947425%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

હવાઈ મુસાફરી અને કટોકટી સેવાઓ પર અસર

16 વર્ષની સૌથી વ્યસ્ત થેંક્સગિવિંગ હવાઈ મુસાફરી સીઝન વચ્ચે ખરાબ હવામાનને કારણે બુધવારે 6,000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. બીજી તરફ, મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કાર્ગો પ્લેન રનવે પરથી લપસી જતાં કામગીરી અસ્થાયી રૂપે અટકાવવી પડી હતી. મેરીલેન્ડના મોન્ટગોમરી કાઉન્ટીમાં ઘરો પર વૃક્ષો પડવાની ડઝનેક ઘટનાઓ બનતાં કટોકટી સેવાઓને ગુરુવારે સવારે 300 થી વધુ મદદ માટેના કોલ મળ્યા હતા.
https://x.com/MarioNawfal/status/2126106260907139376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126106260907139376%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આ પણ વાંચોઃ Rule Change 1st December: 1 ડિસેમ્બરથી બદલાશે 5 મોટા નિયમો! LPG, SBI ક્રેડિટ કાર્ડ અને ટાટાની કાર થશે મોંઘી