અમેરિકાએ ફરી એકવાર ઈરાન વિરુદ્ધ સીધી સૈન્ય કાર્યવાહી કરતા તેના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કેશ્મ ટાપુ પર વિનાશક મિસાઈલ હુમલો કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ મોટા પગલાથી મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ ફરી એકવાર ઘાતક સ્તરે પહોંચી ગયું છે. મધ્યસત્ર ચૂંટણીઓ વચ્ચે થયેલા આ હુમલાને કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામનો ખુલ્લેઆમ ભંગ થયો છે. અગાઉ અમેરિકા તરફથી છૂટાછવાયા નાના હુમલાઓ કરવામાં આવતા હતા, પરંતુ હવે કેશ્મ ટાપુ પર સીધા મિસાઈલોનો મારો ચલાવીને અમેરિકાએ પોતાના આક્રમક ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

લશ્કરી મથકો અને રડાર સિસ્ટમ ફૂંકી મારી

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ યુએસ આર્મી દ્વારા કેશ્મ ટાપુ પર કરવામાં આવેલી આ એર સ્ટ્રાઈકમાં ઈરાનના અનેક મુખ્ય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાની સેનાના રડાર ડિટેક્ટર્સ અને અત્યાધુનિક મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. જોકે, આ સૈન્ય કાર્યવાહીમાં થયેલા કુલ જાનમાલ અને આર્થિક નુકસાનની સત્તાવાર અને સંપૂર્ણ વિગતો હજુ સુધી સામે આવી નથી. નિષ્ણાતોના મતે, ઈરાન તરફથી કોઈ મોટી અને તાત્કાલિક પ્રતિક્રિયા ન આવે તે માટે જ અમેરિકાએ અત્યાર સુધી સાવચેતીપૂર્વક નાના હુમલાઓ રમીને અચાનક આ મોટો હુમલો કર્યો છે.
https://x.com/mayidah118879/status/2117443520235811080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117443520235811080%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અમેરિકા અને ઈઝરાયલની રણનીતિ

આ લશ્કરી કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતા એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ તેને સંપૂર્ણપણે 'રક્ષણાત્મક પગલું' ગણાવ્યું છે. તેમનો દાવો છે કે ઈરાન સતત અમેરિકન સૈન્ય થાણાઓ પર હુમલો કરવા માટે જમીનથી હવામાં પ્રહાર કરતી ખતરનાક મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું હતું, જેના જવાબમાં જ અમેરિકાએ આ જવાબી કાર્યવાહી કરવી પડી છે.

હુમલા બાદ જૂનો તણાવ બન્યો વધુ ઉગ્ર

બીજી તરફ, આ હુમલા પાછળ રાજકીય દબાણ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. અહેવાલો દાવો કરી રહ્યા છે કે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લાંબા સમયથી અમેરિકા પર ઈરાન વિરુદ્ધ કઠોર પગલાં લેવા માટે દબાણ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉથી જ સંકેત આપ્યા હતા કે ઈરાન સાથેના મુદ્દે તેમના તમામ વિકલ્પો ખુલ્લા છે. આ હુમલા બાદ બંને દેશો વચ્ચેનો જૂનો તણાવ વધુ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જે ભવિષ્યમાં વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચોઃ Cyclone Murasu: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું મુરાસુ વાવાઝોડુ, અનેક જગ્યા પર ભારે વરસાદ, તંત્ર એલર્ટ