અમેરિકાની મેરીલેન્ડ અદાલતે ટ્રમ્પના એ આદેશ પર રોક લગાવી દીધી છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર અથવા કામચલાઉ સ્થળાંતર કરનારાઓના બાળકોને નાગરિકત્વ આપવાનો ઇનકાર કરવામાં આવશે.જજ ડેબોરા બોર્ડમેને આ સંવિધાનના 14માં સંશોધનનુ ઉલ્લંઘન ગણાવ્યુ છે. આ ચોથી વખત છે કે જ્યારે કોઇ અદાલત આ નીતિને નામંજૂર કરી છે.
ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો ઝટકો
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મેરીલેન્ડની સંઘીય અદાલતે ટ્રમ્પના એ આદેશ પર રોક લગાવી છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકામાં ગેરકાયદેસર અથવા કામચલાઉ સ્થળાંતર કરનારાઓના બાળકોને નાગરિકત્વ નહીં આપવામાં આવે. આ નિર્ણય દેશભરમાં ચોથી વખત આવ્યો છે.જ્યારે ટ્રમ્પની જન્મસિદ્ધ અધિકાર નીતિને કોર્ટે ગેરકાયદેસર જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરમાં આદેશના અમલીકરણ પર અસર પડી હતી.
ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન
મેરીલેન્ડના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડેબોરાહ બોર્ડમેને સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે.તેમણે કહ્યું કે અમેરિકામાં જન્મેલા દરેક બાળકો, તેમના માતાપિતાની કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના નાગરિકતા મેળવવા માટે હકદાર છે. કોર્ટે આ આદેશ 19 ફેબ્રુઆરી, 2025 પછી જન્મેલા તમામ બાળકો પર લાગુ કર્યો છે. જેમને આ આદેશથી નુકસાન થઈ શકે છે.