ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે કોઇ પણ પ્રકારના ટ્રેડ નેગોશિએશન કરવાની સાફ ના પાડી દીધી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાતો નથી ત્યા સુધી ટ્રેડ ડીલ પર કોઇ પણ પ્રકારની કોઇ વાત નહીં થાય.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે ટ્રેડ નેગોશિએશન કરવાની સાફ ના પાડી દીધી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી ટેરિફ પર વિવાદ બનેલો રહેશે, વાત ફાઇનલ નથી થતી ત્યાં સુધી ઇન્ડિયાની સાથે ટ્રેડ ડીલ સ્થગિત રહેશે.તેમણે ગુરૂવારે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યુ કે, જ્યાં સુધી અમે ટેરિફના મુદ્દાને ઉકેલી નથી લેતા ત્યાં સુધી ટ્રેડ ડીલ પર કોઇ પણ વાત નહીં થાય. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયાનુ તેલ ખરીદવા પર પહેલેથી જ 25 ટકાની જગ્યા એ હવે 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. બાકીના અનેક દેશો પર ભારત કરતા ઓછો ટેરિફ લગાવ્યો છે.
ખેડૂતોનુ હિત સર્વોચ્ય
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ભારત પર ટેરિફ વધારવાના નિર્ણયને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમે દેશના ખેડૂતોના હિતો સાથે કોઇ પણ સમજોતો નથી કરી શકા પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે અમારાં માટે અમારા ખેડૂતોનું હિત સર્વોચ્ય પ્રાથમિકતા છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ભાઇ-બહેનોના હિતો સાથે કોઇ પણ પ્રકારનો સમજોતો નહી કરે.
ભારત કોઇપણ બાહ્ય દબાણ સામે ઝૂંકશે નહીંઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ અને મજબૂત પ્રતિભાવ આપ્યો. તેમણે ટેરિફ મુદ્દે કહ્યું કે ભારત કોઈપણ બાહ્ય દબાણ સામે ઝૂકશે નહીં.અમારા માટે ખેડૂતોનું હિત પ્રથમ છે. ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. મને ખ્યાલ છે કે તેના માટે અમારે મોટી કિંમત ચૂકાવવી પડશે અને હું તેના માટે તૈયાર છુ. ભારત તેના માટે તૈયાર છે.