અમેરિકાએ પરમાણુ સુરક્ષાની દિશામાં એક મોટી સફળતા હાંસલ કરી છે. લાંબા સમયથી ઈરાનના સંવર્ધિત યુરેનિયમ પર નજર રાખનાર અમેરિકાએ હવે વેનેઝુએલામાંથી 13.5 કિલો હાઈલી એનરિચ્ડ યુરેનિયમ (Uranium) હટાવીને પોતાના કબજે લીધું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં આ ઓપરેશન અમેરિકા, બ્રિટન અને વેનેઝુએલાના સંયુક્ત પ્રયાસોથી પૂર્ણ કરવામાં આવ્યું છે.
દક્ષિણ કેરોલિનામાં થશે પ્રોસેસિંગ
અમેરિકી ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર, આ યુરેનિયમ વેનેઝુએલાની રાજધાની કરાકાસ પાસે આવેલા એક જૂના રિસર્ચ રિએક્ટરમાં રાખવામાં આવ્યું હતું. આ ઓપરેશન અત્યંત જટિલ હતું, જેમાં જમીન અને સમુદ્રી માર્ગે યુરેનિયમને સુરક્ષિત રીતે અમેરિકાના સાઉથ કેરોલિના સ્થિત પરમાણુ કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યું છે. હવે અમેરિકા પોતે આ યુરેનિયમને પ્રોસેસ કરશે.
