અમેરિકામાં હત્યાનો રહસ્યમય કિસ્સો પ્રકાશમાં આવ્યો. એક યુવતીની હત્યા થઈ છે. આ યુવતની હત્યાની તપાસ કરતા પોલીસ પણ સામે આવેલ માહિતીથી આશ્ચર્યચકિત થઈ છે. કારણ કે યુવતી ગુમ થયાની તેના બોયફ્રેન્ડે ફરિયાદ લખાવી હતી. આ કિસ્સાની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે યુવતીની હત્યા કરનાર બીજું કોઈ નહીં તેનો બોયફ્રેન્ડ છે. યુવતીનો બોયફ્રેન્ડ હત્યા કરી ફરાર થઈ ગયો છે અને આરોપીને શોધવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. 


અમેરિકામાં નિકિતી નામની યુવતીની હત્યામાં ઘટસ્ફોટ

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીની હત્યા કરનાર વ્યક્તિ 26 વર્ષીય અર્જુન શર્મા બહુ ચાલાક છે. તેણે ષડયંત્ર રચી હત્યાને અંજામ આપ્યો છે. યુવક પોતે નિર્દોષ હોય તેવું બતાવવા 2 જાન્યુઆરીના રોજ ગુમ થયેલ વ્યક્તિનો રિપોર્ટ નોંધાવ્યો હતો. લાપતા વ્યક્તિની ફરિયાદમાં તેણે કહ્યું કે એલિકોટ સિટીમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ નિકિતા ગોદિશા  નવા વર્ષની પૂર્વ સંધ્યાથી ગુમ છે. વધુમાં અર્જુને એમ પણ કહ્યું કે તેણે છેલ્લે તેણીને કોલંબિયાના ટ્વીન રિવર્સ રોડ પરના તેના એપાર્ટમેન્ટમાં જોઈ હતી. જ્યારે પોલીસે અર્જુનની ગર્લફ્રેન્ડ ગુમ થયા મામલે તપાસ કરી ત્યારે મામલો અલગ જ નીકળ્યો.

અર્જુન શર્માએ જ કરી નિકિતાની હત્યા

અર્જુન દ્વારા નોંધાવવામાં આવેલા નિકિતાના ગુમ થવાના રિપોર્ટ પર પોલીસે કાર્યવાહી કરી અને તપાસ શરૂ કરી. પોલીસ તપાસ કરતી હતી ત્યારે ખબર પડી કે ગુમ થયેલ નિકિતાનો બોયફ્રેન્ડ અર્જુન ભારત જતો રહ્યો હતો. પોલીસને શંકા થઈ કારણ કે જ્યારે અર્જુને નિકિતા ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો એ જ દિવસે તે ભારત ગયો હતો. શંકા વધતી જતાં ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટે ટૂંક સમયમાં તેના એપાર્ટમેન્ટ માટે સર્ચ વોરંટ જારી કર્યું. 3 ડિસેમ્બરના રોજ, પોલીસે અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાંથી નિકિતા ગોદિશાનો મૃતદેહ શોધી કાઢ્યો, જેને છરાના ઘા લાગ્યા હતા. મૃતદેહ મળ્યા બાદ, પોલીસે અર્જુન શર્મા માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે

નિકિતાની હત્યા કરનાર અર્જુનની શોધખોળ

પોલીસના જણાવ્યા અનુસાર, કોલંબિયાના હોવર્ડ કાઉન્ટીમાં તેની ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કરીને, તેના મૃતદેહને તેના એપાર્ટમેન્ટમાં છોડીને ભારત ભાગી જવાના આરોપમાં એક યુવાનની આંતરરાષ્ટ્રીય શોધ ચાલી રહી છે. હત્યા પાછળનો હેતુ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓ હજુ પણ શર્માને શોધવા અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. 


આ પણ વાંચો : Nicolas Maduro Venezuela News: વેનેઝુએલા સામે કાર્યવાહી કર્યા બાદ અમેરિકા હવે ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ફિરાકમાં?

  • Follow us on: