USGSના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર યાકુટૈટ વિસ્તારની નજીક નોંધવામાં આવ્યુ છે.

ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભય 

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રથમ દિવસે જ ભૂકંપના આંચકા નોંધાયા હતા. USGSના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર યાકુટૈટ વિસ્તારની નજીક નોંધવામાં આવ્યુ છે. અહીં વારંવાર આવતા ભૂકંપના આંચકા મોતને નોતરે છે. જેના કારણે તંત્રએ અહીં ભૂંકપ સામે સુરક્ષા મેળવતી ઇમારતો બનાવવાની તૈયારી હાથ ધરી છે. 

સૌથી વધુ ભૂકંપ આવવાનું કારણ શું ? 

અલાસ્કા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. અહીં પૈસિફિક પ્લેટ અને નોર્થ અમેરિકન પ્લેટ અથડાય છે. આ ટેક્ટોનિક હલચલના કારણે વારંવાર ભૂકંપ આવે છે. અમેરિકા માટે આ ભૂકંપનો અડ્ડો છે. અહીં વર્ષ દરમિયાન નાના-મોટા ભૂકંપ આવતા રહે છે. કેટલીકવાર 6.0 અથવા તેનાથી વધુ તીવ્રતાના આંચકા નોંધવામાં આવે છે. 

અલાસ્કામાં ઇતિહાસના સૌથી મોટા ભૂકંપ 

વર્ષ 1964નું ગ્રેટ અલાસ્કા ભૂકંપ દુનિયાના સૌથી શક્તિશાળી ભૂકંપમાં સામેલ છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 9.2 મૈગ્નીટ્યૂડ હતી. આ ભૂકંપના કારણે ભારે તબાહી અને સુનામી આવી હતી. પરિણામે, અલાસ્કામાં ઇમારતોને હવે કડક ભૂકંપ-પ્રતિરોધક ધોરણોની જરૂર છે. યુએસજીએસ અને સ્થાનિક એજન્સીઓ સતત ભૂકંપ દેખરેખ રાખે છે, અને ચેતવણી પ્રણાલીઓ સક્રિય છે.


આ પણ વાંચોઃ West Bengal Assembly Election 2026: ભાજપનો ભગવો લહેરાવવા Amit Shahએ તૈયાર કરી રણનીતિ, Mamata Banerjeeને કેવી રીતે આપશે ટક્કર? જાણો 

  • Follow us on: