ન્યૂયોર્કમાં રાત્રે 9 વાગ્યા બાદ રસ્તાઓ, હાઇવે અને પુલ બંધ રહેશે. તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
મેયર ઝોહરાન મામદાની એકશન મોડમાં
ન્યૂ યોર્કમાં વાવાઝોડાના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. બ્રુકલિનથી વોલ સ્ટ્રીટની ઊંચી ઇમારતો બરફમાં છુપાઇ ગઇ છે. જોરદાર પવન અને ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગો ધુમ્મસ જેવું વાતાવરણ છે અને અમુક સ્થળો પાણીમાં ગરકાવ થયા છે. પરિસ્થિતિ બગડતી જોઈને, વહીવટીતંત્રે તાત્કાલિક કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાનીએ જાહેરાત કરી હતી કે શહેરના રસ્તાઓ, હાઇવે અને પુલ રવિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે.
શહેરની સ્થિતિ વિકટ
મેયર ઝોહરાન મામદાનીએ કહ્યુ હતુ કે, જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. 8 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મેયરે વધુમાં કહ્યું હતુ કે, ન્યૂયોર્ક સિટીએ એક દાયકાથી વધુ સમયમાં આટલી તીવ્રતાનું તોફાન જોયું નથી. અમે દરેકને બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરીએ છીએ. તેમણે કહ્યું કે, વહીવટીતંત્રે લોકોને ઘરે રહેવા અને નવીનતમ હવામાન અપડેટ્સ પર નજર રાખવા કહ્યું છે.
કોને મુક્તિ આપવામાં આવશે?
જોકે, આ પ્રતિબંધ દરેકને લાગુ પડશે નહીં. આવશ્યક સેવા કર્મચારીઓ, જેમ કે ડોકટરો, નર્સો, પોલીસ, ફાયર વિભાગના કર્મચારીઓ અને કટોકટી કર્મચારીઓને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં, જેમને કટોકટીમાં મુસાફરી કરવાની જરૂર છે તેમને પણ મુક્તિ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Vayu Shakti 2026: વાયુસેનાના લશ્કરી અભ્યાસ દરમિયાન જેટ વિમાનો કરશે શક્તિ પ્રદર્શન
