રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અલાસ્કામાં મુલાકાત કરવાના છે. આ મુલાકાત શુક્રવારે અમેરિકાના અલાસ્કામાં એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન બેઝ પર થશે. પરંતુ આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત પહેલા, એક રશિયન વિમાન અમેરિકાના એન્કોરેજ પહોંચ્યુ છે. જેનું નામ એક મોટા ડ્રગ કૌભાંડ સાથે જોડાયેલું છે.


'કોકેઈન કેસ' વિમાન અલાસ્કા પહોંચ્યુ

પુતિન-ટ્રમ્પ મુલાકાત પહેલા રશિયાનું કુખ્યાત 'કોકેઈન કેસ' વિમાન અલાસ્કા પહોંચ્યુ છે. વર્ષ 2018માં આ વિમાન સાથે સંબંધિત 400 કિલો ડ્રગ્સનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. જેના માટે ક્રેમલિને કોઈ જવાબદારી સ્વીકારી ન હતી. આ વિમાન ઇલ્યુશિન ઇલ-96 મોડેલનું છે. જેનો નંબર RA-96023 છે. આ એ જ વિમાન છે જે 2018 ના પ્રખ્યાત "કોકેન કેસ" માં ફસાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર આ વિમાનમાં બેઠકની તૈયારીઓમાં રોકાયેલી ટીમ છે. આ વિમાનનો ઉપયોગ ઘણીવાર રશિયાના વરિષ્ઠ અધિકારીઓની મુસાફરી માટે થાય છે. 2024માં પણ, તેનો ઉપયોગ રશિયા અને અમેરિકા વચ્ચે રાજદ્વારીઓના વિનિમય માટે કરવામાં આવ્યો હતો. રશિયાની સુરક્ષા પરિષદના વડા, નિકોલાઈ પાત્રુશેવ, પણ આ જહાજ પર ઘણી વખત મુસાફરી કરી ચૂક્યા છે.

400 કિલો કોકેન મળતા ચકચાર

આ વિમાન વર્ષ 2018માં ચર્ચામાં આવ્યુ હતુ. જ્યારે આર્જેન્ટિનામાં રશિયન દૂતાવાસમાંથી લગભગ 400 કિલો કોકેન મળી આવ્યું હતું. આ ડ્રગ્સ રશિયા મોકલવાના હતા. તે સમયે આર્જેન્ટિનાના જેન્ડરમેરી દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં આ વિમાન જોવા મળ્યું હતું. જો કે, તે સમયે ક્રેમલિને ડ્રગ હેરફેર સાથે કોઈ જોડાણ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

  • Follow us on: