યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) પર સાત સૈનિકોના મોત અને આત્મહત્યાના બનાવો વધ્યા હોવાના દાવાઓ સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા હતા. જોકે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અને સંરક્ષણ અધિકારીઓએ આ તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, જહાજ પર કોઈ પણ સૈનિકનું મોત થયું નથી અને આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

દાવાને સંપૂર્ણ પણે પાયાવિહોણા ગણાવ્યા

ઘટનાની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે ગત 3 ઓગસ્ટના રોજ એક નાવિક (Sailor) અકસ્માતે સમુદ્રમાં પડી ગયો હતો. સદનસીબે, તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તેને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી હતી અને વધુ સંભાળ માટે જહાજમાંથી બહાર ખસેડવામાં આવ્યો હતો. સત્તાવાર પુષ્ટિ મુજબ આ એકમાત્ર ઘટના હતી, જેને ખોટી રીતે સાત મૃત્યુ સાથે જોડી દેવામાં આવી છે.
https://twitter.com/CENTCOM/status/2088049195080880337

વિવાદ પાછળનું મુખ્ય કારણે જહાજની લાબી તૈનાતી

આ વિવાદ પાછળ જહાજની લાંબી તૈનાતી મુખ્ય કારણ માનવામાં આવે છે. યુએસએસ અબ્રાહમ લિંકન નવેમ્બર 2025 થી સતત સમુદ્રમાં તૈનાત છે અને તેણે 260 દિવસ કરતાં વધુ સમય દરિયામાં વિતાવ્યો છે. આ જહાજ પર લગભગ 5,000 જેટલા ખલાસીઓ અને મરીન તૈનાત છે. લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવા, પુરવઠાની અછત અને કામના ભારણને કારણે ખલાસીઓના પરિવારો અને કેટલાક કાયદા ઘડનારાઓએ તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

માનસિક તણાવ કે અન્ય કોઇ કારણ?

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખલાસીઓ માનસિક તણાવને કારણે સમુદ્રમાં કૂદી રહ્યા છે. જો કે, યુએસ નેવીએ આત્મહત્યાના કેસોમાં કોઈપણ પ્રકારના વધારાને નકારી કાઢ્યો છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પણ જહાજ પર ખરાબ સ્થિતિ હોવાના અહેવાલોને અતિશયોક્તિભરેલા અને ભ્રામક ગણાવ્યા છે.

યુએસ નેવી સતર્ક બની

પરિવારોની ચિંતા અને વધતા સવાલોને ધ્યાનમાં રાખીને, યુએસ નેવી હવે તાત્કાલિક પગલાં લઈ રહી છે. લાંબા સમયથી તૈનાત આ ક્રૂને રાહત આપવા માટે યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટન ને અબ્રાહમ લિંકનને બદલવા માટે મોકલવામાં આવી રહ્યું છે.

અમેરિકન નૌકાદળ માટે આ એક મોટો પડકાર

સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે અબ્રાહમ લિંકન પર સાત સૈનિકોના મૃત્યુની વાત સંપૂર્ણપણે ખોટી છે. એકમાત્ર ડૂબવાની ઘટનામાં નાવિકનો જીવ બચી ગયો હતો. આમ છતાં, આ લાંબી તૈનાતીએ સૈનિકોના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણના મુદ્દાને ફરી એકવાર અમેરિકન નૌકાદળ સમક્ષ મોટો પડકાર બનાવીને મૂકી દીધો છે.

આ પણ વાંચોઃ Metaએ લીધું મોટું એક્શન, ફેસબુક-ઈન્સ્ટાગ્રામના 7 લાખથી વધુ એકાઉન્ટ કર્યા ડિએક્ટિવેટ