બ્રસેલ્સ સ્થિત ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપ અને ન્યૂયોર્કની કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR)એ 2026 માટે વિશ્વના સૌથી ખતરનાક સંભવિત સંઘર્ષોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ, વેનેઝુએલામાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો લશ્કરી તણાવ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યો છે, જ્યારે અન્ય 9 વિસ્તારો કોઈપણ સમયે ભડકી શકે છે.


મધ્ય પૂર્વ: હજી પણ વિશ્વનું બારુદખાનું

મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, ઈરાન અને લેબનોન વચ્ચેનો તણાવ સૌથી ખતરનાક માનવામાં આવે છે. હિઝબુલ્લાહ સાથેનો કોઈપણ સંઘર્ષ સમગ્ર વિસ્તારમાં યુદ્ધ ફેલાવી શકે છે. સાથે જ, ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વધુ વધારે વધી શકે છે અને સીરિયામાં ફરી ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આફ્રિકા: શાંતિથી દૂર

આફ્રિકામાં સુદાનનું ગૃહયુદ્ધ પ્રાદેશિક સંઘર્ષમાં બદલાઈ શકે છે, કારણ કે અનેક દેશો તેમાં પરોક્ષ રીતે જોડાયેલા છે. ઇથિઓપિયા અને એરિટ્રિયા વચ્ચે જૂના સરહદી વિવાદ ફરી જીવંત થઈ રહ્યા છે. માલી અને બુર્કિના ફાસોમાં સશસ્ત્ર જૂથો વધુ શક્તિશાળી બનતા જઈ રહ્યા છે.

રશિયા-યુક્રેન અને એશિયાઈ જોખમ

રશિયા-યુક્રેન યુદ્ધ 2026 સુધી ચાલવાની પૂરી શક્યતા છે. યુદ્ધવિરામના કોઈ સ્પષ્ટ સંકેતો નથી. એશિયામાં ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન માટે મોટું જોખમ બની રહ્યા છે. સાથે જ, તાઇવાન સ્ટ્રેટ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું દબાણ સતત વધી રહ્યું છે.

યુદ્ધની નવી રીતો

2025ના યુદ્ધોએ સાબિત કરી દીધું છે કે હવે યુદ્ધ માત્ર બંદૂક અને ટેન્કથી નથી લડાતા. ડ્રોન ટોળા, સાયબર હુમલા, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સ્પૂફિંગ જેવી ટેક્નોલોજી યુદ્ધનો ચહેરો બદલી રહી છે. જેના જવાબમાં દેશો હવે કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ અને ડિરેક્ટેડ એનર્જી હથિયારો પર ભાર મૂકી રહ્યા છે. 2026 એક ખતરનાક વર્ષ સાબિત થઈ શકે છે, જ્યાં નાનકડો સંઘર્ષ પણ વૈશ્વિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે. વિશ્વ માટે આ સમય સાવચેતી, રાજનૈતિક સમજદારી અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો છે.

આ પણ વાંચો : Viral News : નોકરી છોડી સપનાને પાંખો આપી, 80 લોકોને રોજગાર આપનાર હેલિકોપ્ટર કિંગની કહાની


  • Follow us on: