નવપરિણીત દંપતી કર્ટની અને મેટ જ્યારે પોતાનું નવું ઘર શોધી રહ્યા હતા, ત્યારે તેમને ખબર નહોતી કે આ ઘર તેમની જિંદગીની સૌથી અજબ કહાની બની જશે. દંપતીએ ખરીદેલું આ ઘર લગભગ 130 વર્ષ જૂનું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય, જૂનું પરંતુ સુંદર ઘર લાગતું હતું. પરંતુ ઘર ખરીદ્યા પછી થોડા જ સમયમાં એક રહસ્યમય પત્ર મળ્યો, જેણે આખી વાર્તાનો વળાંક બદલી નાખ્યો.
પત્રમાં શું હતું ?
આ પત્ર કેનેડાથી મોકલાયો હતો અને તેમાં લખનાર વ્યક્તિએ પોતાને “મેડિસન પરિવારના છેલ્લાં જીવિત સભ્ય” તરીકે ઓળખાવ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે આ ઘર અગાઉ તેના પરિવારનું હતું અને તેનું આખું બાળપણ આ જ ઘરમાં વિત્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પત્રમાં ઘરના અંદર છુપાયેલા ગુપ્ત રૂમો અને જગ્યા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઘટનાની વીડિયો શેર કર્યો
કર્ટનીએ આ આખી ઘટના ટિકટોક પર વીડિયો રૂપે શેર કરી, જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. પત્રમાં લખેલી સૂચનાઓ અનુસાર, દંપતીએ ઘરનું અન્વેષણ શરૂ કર્યું. લિવિંગ રૂમમાં ફાયરપ્લેસની ઉપર એક સ્લાઇડિંગ ગ્લાસ પેનલ પાછળ છુપાયેલું ગુપ્ત દારૂનું કેબિનેટ મળ્યું. અંદરથી ધૂળથી ભરેલી જૂની વાઇન બોટલો મળી, જેમાં 1970ની ફ્રેન્ચ રોઝ અને 1989ની કેબરનેટ સોવિગ્નનનો સમાવેશ થતો હતો.
બાથરુમમાં શું હતું ?
આ પછી પત્ર તેમને બાથરૂમ તરફ લઈ ગયો. ત્યાં શૌચાલયની સામે એક નાનો બંધ દરવાજો હતો, જે સામાન્ય નજરે આવતો નહોતો. દરવાજો ખોલતા જ તેની પાછળ એક મોટો સ્ટોરેજ રૂમ જોવા મળ્યો. આ રૂમ વર્ષોથી કોઈની નજરમાં આવ્યો નહોતો. દંપતીએ તેમની નાની પુત્રી સાથે આ ગુપ્ત જગ્યા જોઈ અને તેઓ ભાવુક પણ થયા. કર્ટનીએ વીડિયોમાં કહ્યું કે આ ઘર હવે માત્ર ઈંટ-પથ્થરનું માળખું નથી, પરંતુ ઇતિહાસ અને લાગણીઓથી ભરેલું જીવંત સ્મારક બની ગયું છે. આ ઘટના પછી સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરવા લાગ્યા કે ખરેખર “ઘર છે કે ભોંયરું?” 130 વર્ષ જૂનું આ ઘર આજે પણ અનેક રહસ્યો પોતાની અંદર છુપાવી બેઠું છે.
આ પણ વાંચો : Digital Arrest Scam: CBI અધિકારી બની વૃદ્ધને ડરાવ્યો, ₹2.19 કરોડની ઠગાઈ