સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક માણસ તાજા બરફના ઢગલા નીચે દટાયેલો જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ હતી કે તેના આખા શરીરમાંથી ફક્ત એક હાથ જ બરફની ઉપર દેખાઈ રહ્યો હતો. આ દૃશ્ય જોયા બાદ નજીકમાં હાજર એક સ્કીઅરે તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને સમયસર તેની જાન બચી ગઈ.

ઘટના સ્વિટ્ઝર્લૅન્ડના એન્જલબર્ગની જણાવે

આ ઘટના સ્વિટ્ઝર્લૅન્ડના એન્જલબર્ગ વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે બરફવર્ષા બાદ હિમપ્રપાત થયો હતો. એક અહેવાલ અનુસાર, 37 વર્ષીય માટ્ટેઓ ઝિલા, જે વ્યવસાયે ક્રિએટિવ ડિરેક્ટર છે અને સ્કીઇંગનો શોખ રાખે છે, તે સમયે ત્યાં સ્કીઇંગ કરી રહ્યા હતા. તેમને દૂરથી બરફમાંથી એક હાથ હલતો દેખાયો, જે સામાન્ય દૃશ્ય નહોતું.

એક માણસ બરફમાં ફસાયેલો

ઝિલાએ નજીક જઈને જોયું તો એક માણસ બરફમાં ફસાયેલો હતો અને જીવંત હતો. સ્થિતિ ગંભીર હોવા છતાં, ઝિલાએ હિમપ્રપાત સંબંધિત તાલીમ લીધેલી હોવાથી તેઓ ગભરાયા નહીં. તેમણે તરત જ બરફ દૂર કરીને પહેલા ફસાયેલા માણસના ચહેરા અને મોંમાંથી બરફ કાઢ્યો, જેથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી ન થાય.

સતત તે માણસ સાથે વાત

ઝિલાએ બચાવ દરમિયાન સતત તે માણસ સાથે વાત કરી, જેથી તેની હાલત સમજાઈ શકે. સદનસીબે, ફસાયેલો સ્કીઅર ગંભીર રીતે ઘાયલ ન હતો. બંનેએ ધીમે ધીમે અને સાવધાનીપૂર્વક શરીર પરનો બાકીનો બરફ હટાવ્યો. બાદમાં તે માણસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ સ્કીઅર ઉતાર પર સ્કીઇંગ કરી રહ્યો હતો ત્યારે તેને બરફમાં છુપાયેલું નાનું ઝાડું દેખાયું નહીં. સંતુલન ગુમાવતાં તે પડી ગયો અને ત્યારબાદ હિમપ્રપાતમાં બરફના ઢગલા નીચે ફસાઈ ગયો.

https://twitter.com/accuweather/status/2010835529127117071

ઝિલાએ પોતાના કેમેરામાં કેદ કરી

આ સમગ્ર બચાવ કામગીરી ઝિલાએ પોતાના કેમેરામાં કેદ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો માત્ર રોમાંચક જ નથી, પરંતુ તે હિમપ્રપાત દરમિયાન સતર્કતા, તાલીમ અને સમયસર લીધેલા નિર્ણયનું મહત્વ પણ સમજાવે છે.

આ પણ વાંચો : Trump સાથે ભોજન પછી પાકિસ્તાનને મોટો ઝટકો, મુનીર માટે શરમજનક સ્થિતિ