સોશલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો સૌ કોઇનું ધ્યાન ખેંચી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આશ્ચર્યચકિત

સામાન્ય રીતે સ્પાનો અર્થ શાંતિ અને સુકુન હોય છે. પરંતુ ચીનમાં સ્પાનો મતલબ જ બદલાઇ ગયો છે. સ્પાના પૂલમાં લાલ મરચાનો પાવડર નાંખવામાં આવ્યો છે. અને આનું કારણ પણ શોકિંગ છે. ચીનના હેઇલોંગજિયાંગ પ્રાંતની રાજધાની હાર્બિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઇને યુઝર્સ આશ્ચર્યચકિત થયા રહ્યા છે. લોકો પોતાની મરજીથી 'હોટ પોટ' નામના સ્પામાં ટોર્ચર જેવો વિકૃત આનંદ લઇ રહ્યા છે.

ચીનની કરામત સૌથી અલગ

ચીનની 'આઇસ સિટી' તરીકે ઓળખાતુ હાર્બિન શહેર આજ કાલ તેના સ્પા માટે વધુ ચર્ચાઇ રહ્યુ છે. 'મૈપલ લીક વિલેજ હોટ સ્પ્રિંગ' નામના રિસોર્ટે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. રિસોર્ટે પ્રખ્યાત ચાઇનીઝ ડિશ 'હોટ પોટ'ની થીમ પર સ્પા પૂલ બનાવ્યો છે. આ પૂલ બે વિભાગમાં બન્યો છે. એકમાં લાલ મરચાનું પાણી છે. જેમાં લાલ મરચાના ટુકડા અને જલપીનો તરી રહ્યા છે. તો બીજી તરફ દૂધ જેવું પાણી છે. જેમાં બેરીઝ, લાલ ખજૂર અને કાકડીના ટુકડાં નાંખ્યા છે.

https://www.instagram.com/reel/DUO0ZfpkgtA/?utm_source=ig_web_copy_link 

આ તે કેવી મજા ?

ટ્રાવેલ વ્લોગર જોર્ડન એગ્બર્ટએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ @counting.countries પર એક અનોખો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પ્રથમ દ્રષ્ટ્રીએ સામાન્ય લાગે છે. પરંતુ બાદમાં જ્યારે લાલ મરચાનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તે અચરજ જગાવે એવો છે. લાલ મરચાથી ભરેલા પાણીના પૂલમાં લોકો આનંદ લઇને સ્નાન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, લાલ મરચાનું પાણી લોહીના પરિભ્રમણને તેજ કરે છે. શરીરમાં ગરમાવો લાવે છે. તો બીજી બાજુ દૂધ જેવું પાણી છે. આ પાણી ત્વચાને ચમકદાર અને કોમળ બનાવે છે.

શું કહે છે ડર્મોટોલોજિસ્ટ ?

ડર્મોટોલોજિસ્ટના કહ્યા મુજબ લાલ મરચાનું પાણી તેમારી સ્કીનને એલર્જી આપી શકે છે. સમગ્ર શરીર પર બળતરા અને રૈશેઝ જોવા મળી શકે છે. અહીંના લોકો આ સ્પાનાને એડવેન્ચર માની રહ્યા છે. તો અમુક લોકો તેને 'સેલ્ફ-ટોર્ચર' કહે છે. એક યુઝર્સે કહ્યુ હતુ કે, આ સ્પા નથી પણ પોતાની જાત સાથે દુશ્મની છે. તો અન્ય યુઝર્સે કહ્યુ હતુ કે, ચીનમાં કોઇપણ વસ્તુ શક્ય બની શકે છે.

આ પણ વાંચોઃ India US Trade Deal: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા બાદ કયા ક્ષેત્રમાં જોવા મળશે ફેરફાર, જાણો અમેરિકાએ શું કર્યા હતા દાવા?