વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબારના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીઓએ પકડેલા શૂટરની ઓળખ 31 વર્ષીય કોલ થોમસ એલન તરીકે થઈ છે. જેની પ્રોફાઈલ જોઈને તપાસકર્તાઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
ઉચ્ચ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ
કોલ થોમસ એલન અત્યંત શિક્ષિત છે. તેણે 2017માં વિશ્વપ્રસિદ્ધ 'કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી' (Caltech) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એટલું જ નહીં, ગયા વર્ષે જ તેણે 'કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી'માંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી.













