અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. આ હુમલા પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટ દ્વારા આપવામાં આવેલું એક નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે, જેના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.


નિવેદનમાં શું કહ્યું હતું?

કાર્યક્રમ શરૂ થવાના થોડા સમય પહેલા મીડિયા સાથે વાત કરતા કેરોલિન લેવિટે કહ્યું હતું કે, "આજની રાત જોવા જેવી હશે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સંબોધનમાં ગરમાવો લાવી દેશે અને આજે રાત્રે કેટલાક ‘શોર્ટ્સ ફાયર્ડ’ (Shots Fired) થશે. હું તેને સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું." જોકે, રાજકીય પરિભાષામાં ‘શોર્ટ્સ ફાયર્ડ’ શબ્દનો ઉપયોગ કોઈના પર ધારદાર શાબ્દિક હુમલો કરવા કે તંજ કસવા માટે કરવામાં આવે છે.

વીડિયો વાયરલ થતા વિવાદ

લેવિટના આ નિવેદનના થોડા જ સમય બાદ હિલ્ટન હોટલમાં ખરેખર ગોળીબારની ઘટના બની. વાસ્તવિક ફાયરિંગના કારણે લેવિટનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ બન્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પ્રેસ સચિવને આ હુમલાની અગાઉથી જાણ હતી? જોકે, નિષ્ણાતોનું માનવું છે કે લેવિટનો ઈશારો ટ્રમ્પના મનોરંજક અને આક્રમક ભાષણ તરફ હતો, જેનો અર્થ બદલાઈ ગયો છે.

ટ્રમ્પ અને સીક્રેટ સર્વિસની કામગીરી

ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સીક્રેટ સર્વિસ અને સુરક્ષાકર્મીઓની બહાદુરીના વખાણ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે હુમલાખોર પકડાઈ ગયો છે અને તમામ લોકો સુરક્ષિત છે. ફાયરિંગ વખતે હોલમાં હાજર 2600થી વધુ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ ટેબલ નીચે છુપાઈને જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો:Washington Firing: કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી, એન્જીનીયર,વિડીયો ગેમ ડેવલોપર કેવી રીતે બન્યો શૂટર?




  • Follow us on: