વોશિંગ્ટન ડીસીની હિલ્ટન હોટલમાં થયેલા ગોળીબાર બાદ સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ વાર્તા રદ થયાના માત્ર 10 કલાકમાં જ આ હુમલો થતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?
હુમલા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે, "શું આ હુમલા પાછળ ઈરાનનો હાથ છે?" ત્યારે ટ્રમ્પે અત્યંત સાવધાનીપૂર્વક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આમાં ઈરાન સામેલ હોય, પરંતુ તમે ક્યારેય ચોક્કસ કહી શકતા નથી. તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. અત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ લોકો આ કેસ પર કામ કરી રહ્યા છે."













