વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થયેલા ફાયરિંગ બાદ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીએ સીક્રેટ સર્વિસ એજન્ટ પર શૉટગનથી હુમલો કર્યો હતો. શૂટરની ઓળખ કેલિફોર્નિયાના રહેવાસી કોલ ટોમસ એલન તરીકે થઈ છે અને તેની તસવીરો પણ સામે આવી છે.


આરોપી કેલિફોર્નિયાના ટૉરેન્સનો રહેવા

વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ કરનાર આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં આ હુમલો કરનારની તસવીર સામે આવ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલી ચુસ્ત સુરક્ષા હોવા છતાં તે હથિયાર લઈને હોટલની અંદર કેવી રીતે પહોંચ્યો?અમેરિકી મીડિયાના અહેવાલો અનુસાર, 31 વર્ષીય આરોપીનું નામ કોલ ટોમસ એલન છે અને તે કેલિફોર્નિયાના ટૉરેન્સનો રહેવાસી છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓએ તેને જમીન પર પછાડીને દબોચી લીધો હતો.

સુરક્ષા કવચ તોડવાનો પ્રયાસ

FBI ના જણાવ્યા અનુસાર, શૂટરે સીક્રેટ સર્વિસ એજન્ટ પર ફાયરિંગ કર્યું હતું. રાહતની વાત એ છે કે એજન્ટે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર પાસે 'શૉટગન' હતી અને તેણે ડિનર માટે તૈયાર કરાયેલા સુરક્ષા કવચને તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ તેણે સુરક્ષાકર્મી પર ગોળી ચલાવી હતી.સીક્રેટ સર્વિસના જવાનો હજુ પણ આખા ડિનર હોલ અને હોટલના ખૂણેખૂણાની તપાસ કરી રહ્યા છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે અન્ય કોઈ ખતરો નથી. એજન્સીએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સંપૂર્ણ સુરક્ષિત છે.

ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ

હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીઓની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "જે એજન્ટને ગોળી વાગી હતી તેણે ઉચ્ચ ગુણવત્તાનું બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું જેના કારણે તેનો જીવ બચ્યો છે." ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે શંકાસ્પદ પાસે એકથી વધુ હથિયારો હતા અને તેણે ચેકપોઈન્ટ પર હુમલો કર્યો હતો. રાષ્ટ્રપતિએ શૂટરને 'માનસિક રીતે બીમાર' ગણાવ્યો હતો.

આ પણ વાંચો: Washington: ટ્રમ્પના ડિનર હોલમાં હથિયાર સાથે કેવી રીતે ઘૂસ્યો શૂટર, જાણો કેવી 

  • Follow us on: