ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર છેલ્લા વર્ષોમાં સતત વધી રહ્યો છે, ખાસ કરીને તેલ અને અન્ય આયાત-નિકાસ ક્ષેત્રોમાં. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતી દેશો પર 25% વધારાની ટેરિફ લાદવાની ધમકી આપી છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોને આર્થિક અસરનો સામનો કરવો પડી શકે છે.

ખાસ કરીને અસર કરશે

ટ્રમ્પના આ નિવેદનથી ખાસ કરીને ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાત પર અસર થવાની શક્યતા છે. હાલમાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા પર પહેલાથી જ 50% ટેરિફનો સામનો કરી રહ્યું છે. જો ઈરાનથી આયાત પર પણ ટેરિફ લાગશે, તો ભારતમાં આ ટેરિફ 75% સુધી પહોંચી શકે છે. આ પગલાથી ભારત-ઈરાન વચ્ચેનો વેપાર મોડી અસર હેઠળ આવી શકે છે.

ભારત અને ઇરાન વચ્ચેનો વેપાર

આ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત અને ઈરાન વચ્ચે કુલ $1.68 બિલિયનનો વેપાર થયો હતો. જેમાં ભારત ઈરાનને 1.24 બિલિયન ડોલરની નિકાસ કરે છે, જેમાં ચોખા, ચા, ખાંડ, દવાઓ, કૃત્રિમ ઘરેણાં અને વિદ્યુત મશીનરી મુખ્ય છે. બીજી બાજુ, ઈરાનથી ભારતમાં આયાત કરેલ માલમાં મુખ્યત્વે સૂકા ફળો, ઓર્ગેનિક રસાયણો અને કાચના વાસણો શામેલ છે.

ટેરિફથી ભારતને અસર?

વિશ્લેષકો કહે છે કે આ ટેરિફથી ભારતને વૈશ્વિક બજારમાં તેની સ્પર્ધાત્મકતા ખોવી શકે છે. ખાસ કરીને તેલ અને કૃષિ ઉત્પાદનોમાં ખર્ચ વધવાથી ભારતીય ઉત્પાદકો પર ભાર પડી શકે છે. ભારત માટે જરૂરી રહેશે કે તે નવા વ્યાપારી ભાગીદારો શોધે અને આયાત-નિકાસમાં વિવિધતા લાવી, જેથી આ ટેરિફના નકારાત્મક પ્રભાવને ઓછું કરી શકાય.

આ પણ વાંચો : ભારતે તોડી પાડેલું JF-17 હવે વેચાણમાં! પાકિસ્તાન ઇન્ડોનેશિયા સાથે મોટા સોદાની તૈયારીમાં