વૈશ્વિક કૂટનીતિના ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ અંતે અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ છે.આ મહામેગા ડીલને સફળ બનાવવામાં પડોશી દેશ પાકિસ્તાન અને કતારે મહત્વની મધ્યસ્થની ભૂમિકા ભજવી છે.આ સફળતા બાદ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સહિત ફ્રાન્સ,જર્મની અને બ્રિટન (UK) જેવા શક્તિશાળી દેશોના નેતાઓએ પાકિસ્તાન અને કતારનો જાહેરમાં આભાર માન્યો છે.
જોર્જિયા મેલોનીએ 'X' પર પોસ્ટ કરી વ્યક્ત કરી ખુશી
ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા આ સમજૂતીનું સ્વાગત કર્યું હતું.તેમણે લખ્યું અમે ફ્રાન્સ જર્મની અને યુનાઇટેડ કિંગડમ સાથે મળીને તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને આવકારીએ છીએ.અમે તે તમામ મધ્યસ્થોનો દિલથી આભાર માનીએ છીએ,ખાસ કરીને કતાર અને પાકિસ્તાનનો જેમના અથાક પ્રયાસોના કારણે આ સમજૂતી શક્ય બની છે.તેમણે ઉમેર્યું કે શાંતિની આ તકને કોઈ પણ ભોગે હાથમાંથી જવા દેવી જોઈએ નહીં.
ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવી શકે: યુરોપીયન દેશ
આ ડીલનું સ્વાગત કરવાની સાથે ઇટાલીના પીએમ મેલોનીએ સ્પષ્ટ કર્યું હતું કે, ઈરાન કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયારો હાસિલ ન કરી શકે અને દરિયાઈ પરિવહનની આઝાદીની ગેરંટી મળવી જોઈએ. આ ઉપરાંત તેમણે હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય નૌકાદળની હાજરીમાં યોગદાન આપવાની તૈયારી પણ દર્શાવી હતી. લેબનાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ત્યાં પણ હિંસા અટકવી જરૂરી છે, અને ઇટાલી લેબનાનની સાર્વભૌમત્વનું સમર્થન કરતું રહેશે.
યુરોપીયન નેતાઓનું સંયુક્ત નિવેદન
આ ઐતિહાસિક અવસરે યુરોપીયન નેતાઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આ રાજદ્વારી સફળતા બદલ અમેરિકા અને ઈરાનની સરકારને અભિનંદન પાઠવ્યા છે. નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે હવે આ સમજૂતી ઝડપથી અને સંપૂર્ણ રીતે લાગુ થાય તે અત્યંત જરૂરી છે અને યુરોપ આ પ્રક્રિયામાં તમામ મદદ કરવા માટે તૈયાર છે.
હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવાની માંગ કરી
નિવેદનમાં આ કરારને પ્રદેશમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા માટે એક તક તરીકે વર્ણવવામાં આવ્યો હતો. તેમાં વિગતવાર વાટાઘાટો પૂર્ણ કરવા અને કરારને વિલંબ વિના અમલમાં મૂકવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે, "હવે વિગતવાર વાટાઘાટો પૂર્ણ થાય અને કરાર ઝડપથી અને સંપૂર્ણ રીતે લાગુ થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ પ્રયાસમાં મદદ કરવા તૈયાર છીએ." ચારેય દેશોએ ગલ્ફમાં દરિયાઈ સુરક્ષાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવા અને વાણિજ્યિક જહાજો માટે અવરોધ વિના નેવિગેશન ફરી શરૂ કરવા હાકલ કરી હતી.
આ પણ વાંચો - Iran US Peace Deal થી ભારતને થશે આ 10 ફાયદા,ચીન અને પાક માટે વધશે મુશ્કેલીઓ!