વિન્ટર ઓલિમ્પિક્સમાં એક રશિયન ફિગર સ્કેટરનો બોલિવૂડ થીમ પર પ્રદર્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનાસ્તાસિયા ગુબાનોવાએ "ધુરંધર" ફિલ્મના ગીત પર સ્કેટિંગ પર ડાન્સ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધું.


રશિયન સ્કેટરનો બોલિવૂડ સટાઇલ પ્રદર્શન

ઇટાલી ખાતે 2026 વિન્ટર ઓલિમ્પિક્સમાં રશિયન-જ્યોર્જિયન ફિગર સ્કેટર અનાસ્તાસિયા ગુબાનોવા દ્વારા એક અનોખો ડાન્સ કરવામાં આવ્યો. તેણે બોલિવૂડ ગીતો પર સ્કેટિંગ કરતી જોવા મળી, જેમાં મુખ્યત્વે "ધુરંધર" ફિલ્મનો ટાઇટલ ટ્રેક અને "અશોકા" ફિલ્મના "સુન સનાના..." ગીત પર ડાન્સ કર્યો હતો.

23 વર્ષીય ગુબાનોવા રશિયાની

23 વર્ષીય ગુબાનોવા રશિયા મૂળની છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ્યોર્જિયાના પ્રતિનિધિ તરીકે ભાગ લે છે. તે 2023ની યુરોપિયન ચેમ્પિયન છે અને બે વખત યુરોપિયન સિલ્વર મેડલ જીત્યા છે. ISU ચેલેન્જર સિરીઝ અને ગ્રાન્ડ પ્રિક્સ સર્કિટમાં પણ તેણી અનેક મેડલ જીતી ચૂકી છે.

પ્રદર્શનનું વિશેષ આકર્ષણ

ગૂબાનોવાએ લાલ અને ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો અને લાલ બિંદી લગાવી હતી, જે ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપ તરીકે જોવા મળ્યું. પ્રદર્શનના કેટલાક હિસ્સાઓમાં પંજાબી લોકનૃત્યો પણ જોઈ શકાય છે. આ મિશ્રણે દર્શકો માટે રમતમાં કૌશલ્ય અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનું અનોખું અનુભવ આપી દીધું.

વિડિયો વાયરલ અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા

તેના આ ડાન્સનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને X પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારતીય ચાહકો ખાસ કરીને આ આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે અને તેમના ગીતની પસંદગી માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ વિડિયો ફિગર સ્કેટિંગ અને બોલિવૂડ સંગીતના પ્રેમીઓ માટે એક અનોખો અનુભવ છે.

આ પણ વાંચો : Entertainment : 15 ઓગસ્ટે સલમાન vs આમિર? ‘બેટલ ઓફ ગલવાન’ રિલીઝને લઈને ખુલાસો


  • Follow us on: