એપસ્ટીન ફાઇલમાં નામ સામે આવતા જ ઘણા દેશોમાં હડકંપ જોવા મળ્યુ છે.
બોર્ગે બ્રેન્ડે પોતાનું પદ છોડ્યુ
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ બોર્ગે બ્રેન્ડે પોતાનું પદ છોડ્યુ છે. એપસ્ટીન ફાઇલમાં નામ આવતાની સાથે જ તેઓએ રાજીનામું આપ્યુ છે. એપ્સટીન ફાઇલમાં હમણા સુધી સામે આવેલા નામ યૌન શોષણ સાથે જોડાયેલા છે. વર્ષ 2017માં બોર્ગે બ્રેન્ડ WEFના સીઇઓ બન્યા હતા. તેમના આરોપ છે કે, તેઓએ જેફ્રી એપસ્ટીન સાથે 3 વેપારી રાત્રીભોજન કર્યા હતા. અને આ ઉપરાંત તેઓએ જેફ્રી એપસ્ટીન સાથે મેસેજથી વાતચીત પણ કરી હતી.
રાજીનામા બાદ બોર્ગે બ્રેન્ડે શુ કહ્યુ ?
બોર્ગે બ્રેન્ડે પોતાના રાજીનામાના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, વિચાર-વિમર્શ કર્યા બાદ તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. WEFના સીઇઓ તરીકે તેઓએ સૌથી સારો સમય પસાર કર્યો છે. તેઓ નોર્વેના વિદેશ મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓ પોતાના સહકર્મી, ભાગીદોર અને અન્ય લોકોના આભારી છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, WEF વિના પણ કામકાજ યથાવત્ રાખવું ખૂબ જરુરી છે.
દર વર્ષે દાવોસમાં સમિટ યોજે છે WEF
બોર્ગે બ્રેન્ડે પોતાના નિવેદન દરમિયાન એપસ્ટીન ફાઇલનો ઉલ્લેખ કર્યો ન હતો. WEFના કોચ ચેયર આંદ્રે હોફમૈન અને લૈરી ફિંકે કહ્યુ હતુ કે, બ્રેડેના એપસ્ટીન ફાઇલ મામલે વકીલોનો રિવ્યુ ખત્મ કરવામાં આવ્યો છે. બોર્ગે બ્રેન્ડેના સ્થાને એલોઇસ જ્વિંગગી કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. દર વર્ષે WEF દાવોસમાં સમિટ યોજે છે. આ સમિટમાં વિશ્વભરમાંથી રાજનેતા અને ઉદ્યોગપતિઓ આવે છે.
આ પણ વાંચોઃ NCERT Class 8 Book Controversy: પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં વ્યક્ત કરી હતી નારાજગી
