સુપ્રીમ કોર્ટે NCERTના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં કથિત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
પીએમ મોદીની નારાજગી
ન્યાયતંત્રમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત પ્રકરણ NCERTના પાઠ્યપુસ્તકનો એક ભાગ છે. કેન્દ્રીય મંત્રીમંડળની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પીએમ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો અને સંબંધિત અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા હતા. પીએમે આશ્ચર્ય અને અસંતોષ વ્યક્ત કર્યુ હતુ. અને કહ્યુ હતુ કે, આટલી નાની ઉંમરના બાળકોને આવા સંવેદનશીલ અને નકારાત્મક વિષયોનો સામનો કરવો પડી રહ્યો છે.
પીએમ મોદીના તીખા પ્રશ્નો
બેઠક દરમિયાન વડા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયિક ભ્રષ્ટાચાર વિશે શું શીખવી રહ્યા છીએ?, શું આ તેમની ઉંમર અને સમજ માટે યોગ્ય છે?. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ કેબિનેટની બેઠકમાં ઉઠાવેલા મુદ્દાએ શિક્ષણ નીતિ અને અભ્યાસક્રમ અંગે નવી ચર્ચા જગાવી છે. રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં હવે ચર્ચા ચાલી રહી છે કે શું શાળાના અભ્યાસક્રમમાં સંવેદનશીલ વિષયોનો સમાવેશ કરવા માટે અલગ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે?.
કોર્ટનો પુસ્તકના પ્રકાશન પર પ્રતિબંધ
ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છએ. NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાન પુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ-IIના પ્રકાશન, પુનઃમુદ્રણ અને ડિજિટલ પરિભ્રમણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત પુસ્તકની સામગ્રી વાંધાજનક છે અને સંસ્થાની ગરિમાને નબળી પાડે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ બાબતની સ્વ-નોંધ લીધી અને કડક ટિપ્પણીઓ કરી હતી.
આ પણ વાંચોઃ Bangladesh News: રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીના મોહમ્મદ યુનુસ મામલે ખુલાસા, જાણો શું કહ્યુ?
