અમેરિકાની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

હોડીઓ પર ઘાતક હુમલાઓ

અલ સલ્વાડોરે 6.6 ટનની ઐતિહાસિક ડ્રગ્સ જપ્તી કરી છે. જ્યારે મેક્સિકોએ ચાર ટન ડ્રગ્સ જપ્ત કર્યુ છે. ડ્રગ્સ તસ્કરી રોકવા માટે અમેરિકાએ દબાણ કર્યુ હતુ. આ કાર્યવાહી એવા સમયે થઇ છે જ્યારે અમેરિકા સરકારે લાતિન અમેરિકી જળક્ષેત્રમાં માદક પદાર્થ લઇ જવાના શંકામાં હોડીઓ પર ઘાતક હુમલાઓ કરાયા હતા. જેને લઇને આ અઠવાડિયામાં 11 લોકોના મોત થયા હતા. કોકીન જપ્ત કરવાની જાહેરાત મેક્સિકો તરફથી કરાઇ હતી.

ગુપ્ત માહિતી હેઠળ કાર્યવાહી

મેક્સિકોના સુરક્ષા મંત્રી ઓમાર ગાર્સિયા હારફુચે કહ્યુ હતુ કે, ત્રણ મોટરવાળી આ હોડીમાંથી જપ્ત કરાયેલા નશીલા પદાર્શ સાથે તેની કુલ કિંમત 10 ટન થઇ ગઇ છે. હજુ અન્ય જાહેરાત નથી કરાઇ. મેક્સિકોના અધિકારીઓએ કહ્યુ હતુ કે, કાર્યવાહી 'યૂએસ નોર્દન કમાંડ' અને 'યુએસ જોઇન્ટ ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ સાઉથ'માંથી ગુપ્ત માહિતી મળી હતી. અલ સાલ્વાડોરની નૌસેનાએ દેશના ઇતિહાસમાં સૌથી મોટી 6.6 ટન કોકેન જપ્ત કર્યુ હતુ.

ડ્રગ્સ ગેંગ બની રહી છે આક્રમક

અલ સાલ્વાડોરના અધિકારીઓએ જપ્ત કરાયેલ જહાજ, FMS ઇગલ, લા યુનિયન બંદર પર મીડિયા સમક્ષ પ્રદર્શિત કર્યું, જ્યાં ડેક પર 200 થી વધુ પેકેજો મુકાયેલા હતા. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે મેક્સિકો પર ડ્રગ જપ્તી વધારવા માટે દબાણ કર્યું હતું. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે તેમના પુરોગામી કરતા ડ્રગ ગેંગ સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. જેમાં ડઝનેક તસ્કરોને કાર્યવાહી માટે યુએસ મોકલવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ India Bangladesh Visa Services: PM તારિક રહેમાનનો મોટો નિર્ણય, ભારત સાથે વિઝા સેવાઓ ફરી શરૂ કરાઇ