છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ચર્ચા ઝડપથી ફેલાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર રાત્રિના સમયે ગુપ્ત લશ્કરી કાર્યવાહી કરી છે અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ધરપકડ પણ કરવામાં આવી છે. આ દાવા સાથે જ જાણીતા ભવિષ્યવેત્તાઓ નોસ્ટ્રાડેમસ અને બાબા વાંગાની 2026 માટેની આગાહીઓ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.


ઘટનાઓ આગાહીઓ તરફ એક ઇશારો

ઘણા લોકો માને છે કે આ ઘટનાઓ તે આગાહીઓ તરફ ઈશારો કરે છે, જેમાં એક મોટા વૈશ્વિક યુદ્ધની વાત કરવામાં આવી હતી. જો કે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ નથી, છતાં લોકો ઈતિહાસ અને ભવિષ્યવાણીઓને વર્તમાન ઘટનાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે.

નોસ્ટ્રાડેમસ શું કહે છે?

ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસે પોતાની કવિતાઓમાં ભવિષ્ય વિશે અનેક અસ્પષ્ટ સંકેતો આપ્યા હતા. કેટલાક વિદ્વાનોના મત મુજબ, તેમણે 2026 આસપાસ મોટા યુદ્ધ, ધર્મ અને રાષ્ટ્રવાદના નામે હિંસા અને સમુદ્રી સંઘર્ષોની આગાહી કરી હતી.

તેમની આગાહીમાં “રાત્રિના અચાનક હુમલા” અને “મધમાખીઓના ટોળા” જેવા શબ્દોનો ઉલ્લેખ છે, જેને કેટલાક લોકો ગુપ્ત અને સંકલિત લશ્કરી હુમલાનું પ્રતીક માને છે.

સમુદ્ર, વેપાર અને આર્થિક સંકટ

નોસ્ટ્રાડેમસની આગાહીના અર્થઘટન અનુસાર, સમુદ્રી માર્ગો પર તણાવ વધી શકે છે. મોટા જહાજોના અકસ્માતો, બંદરો બંધ થવા અને ખાદ્ય પુરવઠામાં અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ પરિસ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે અને મોંઘવારી વધારી શકે છે.

બાબા વાંગાની આગાહી શું કહે છે?

“બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ” તરીકે ઓળખાતા બાબા વાંગાએ પણ 2026ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમની આગાહી મુજબ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો તણાવ એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. કેટલાક અનુયાયીઓ માને છે કે ચીન-તાઇવાન મુદ્દો, રશિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ અને અન્ય વૈશ્વિક વિવાદો આ આગાહીઓ સાથે જોડાય છે.

તો શું આ આગાહીઓ સાચી પડી રહી છે?

હાલની0 વૈશ્વિક પરિસ્થિતિ ચિંતાજનક જરૂર છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ભવિષ્યવાણીઓને શાબ્દિક રીતે માનવા કરતાં તર્ક અને સત્તાવાર માહિતી પર આધાર રાખવો વધુ યોગ્ય છે. ઘણી વાર આવી આગાહીઓ અસ્પષ્ટ હોય છે અને સમય પ્રમાણે અલગ રીતે સમજાવવામાં આવે છે. એટલે કહી શકાય કે, વેનેઝુએલા સંબંધિત દાવાઓ અને 2026ના યુદ્ધની આગાહીઓ લોકોમાં ભય અને ઉત્સુકતા પેદા કરે છે, પરંતુ હકીકતને સમજવા માટે વિશ્વસનીય સમાચાર અને સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવો જરૂરી છે.

આ પણ વાંચો : Knowledge : અમર બનવાની તડપ આટલી હદ સુધી! સોનું પીધું, લોહી પીધું છતાં મૃત્યુ ન અટક્યું


  • Follow us on: