આફ્રિકન દેશના ઉત્તરપશ્ચિમ કોંગોના ઇક્વાટુર પ્રાંતમાં એક મોટી બોટ દુર્ઘટના બની હતી,જેમાં ઓછામાં ઓછા 86 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાસંકુસુ વિસ્તારમાં બની હતી અને મૃતકોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. રાજ્ય સમાચાર એજન્સી અનુસાર, આ અકસ્માત એક મોટરાઇઝ્ડ બોટ પલટી જતાં થયો હતો. બોટમાં જરૂરિયાત કરતાં વધુ મુસાફરો અને સામાન હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટ રાત્રે મુસાફરી કરી રહી હતી અને આ દરમિયાન તે સંતુલન ગુમાવીને નદીમાં પલટી ગઈ.

California: અમેરિકાનું આ શહેર છે ઈરાની જાસૂસોનો ગઢ? અનેક લોકોની સંડોવણી આવી સામે












