2012માં પાકિસ્તાને સાઉદી અરેબિયામાં રહેતા રોહિંગ્યાઓને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.
વિવાદનો આવ્યો ઉકેલ
મ્યાનમાર અને બાંગ્લાદેશ પછી, પાકિસ્તાનમાં રોહિંગ્યાઓની સૌથી વધુ વસ્તી છે. જેમાં 4,00,000 છે. 1960ના દાયકામાં, રોહિંગ્યાઓ પાકિસ્તાનથી સાઉદી અરેબિયા સ્થળાંતર કરતા હતા. સાઉદી અરેબિયા પાકિસ્તાની પાસપોર્ટના આધારે આ રોહિંગ્યાઓને આશ્રય આપતું હતું. 2012 સુધી, પાકિસ્તાન દર વર્ષે રોહિંગ્યાઓના પાસપોર્ટ રિન્યુ કરતું હતું. પરંતુ બાદમાં નાગરિકતાના આધારે આ પ્રક્રિયા બંધ કરી દીધી હતી.
Also Read
Pakistan News: ભૂતપૂર્વ પીએમ Imran Khanની બહેનો સાથે રસ્તા પર ગેરવર્તણૂંક, શાહબાઝ શરીફની પોલીસ પર આરોપ
World News: શું Bangladesh Pakistan સાથે કરવાનુ છે કોઇ યોજના, યુનુસના ગૃહ સચિવ 10 દિવસથી કેમ છે ઇસ્લામાબાદમાં?
Pakistan: બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવવાનો પ્રયાસ, રોકેટથી પણ કરાયો હુમલો
કાયદેસરનો દરજ્જો આપવાની જાહેરાત
પાકિસ્તાન સરકારે કહ્યું કે, 1960માં પાકિસ્તાન સ્થળાંતર કરનારા રોહિંગ્યાઓને હવે સાઉદી નાગરિકતા મળવી જોઈએ. આનાથી હંગામો મચી ગયો. સાઉદી અરેબિયાએ કહ્યું કે તે રોહિંગ્યાઓને નાગરિકતા આપી શકશે નહીં. પાકિસ્તાને કાં તો તેમને સ્વીકારવા જોઈએ અથવા તેમના પાસપોર્ટ રિન્યુ કરવા જોઈએ. છેલ્લા 13 વર્ષથી સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે આ મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો હતો. હવે, પાકિસ્તાને પોતાની ભૂલ સ્વીકારી છે અને અઢી લાખ રોહિંગ્યાઓને કાયદેસરનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સૌથી વધુ રોહિંગ્યા વસ્તી
રોહિંગ્યા મૂળ અરાકાનના છે. રોહિંગ્યા સમુદાય 9મી સદીથી અહીં રહે છે. જોકે, મ્યાનમાર આ સ્વીકારતું નથી. 19મી સદીની આસપાસ, રોહિંગ્યાઓ કામની શોધમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ ગયા હતા. તેમાંથી મોટાભાગના લોકો શરણાર્થી તરીકે જીવી રહ્યા છે. યુએનના મતે, હાલમાં 1.2 મિલિયનથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ છે. મ્યાનમાર પછી, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સૌથી વધુ રોહિંગ્યા વસ્તી છે.










