અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ પર કબજો જમાવવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, ‘જો અફઘાનિસ્તાન બગરામ એર બેઝ અમેરિકાને પરત નહીં કરે તો તેના ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે.’ ત્યારે હવે આ ધમકી બાદ તાલિબાન ભડક્યું છે અને અમેરિકાને ચેતવણી આપી છે.




અમેરિકા અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે : તાલિબાન

તાલિબાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘અમે અમારા દેશના આંતરિક મામલાઓમાં કોઈ પ્રકારનું હસ્તક્ષેપ સ્વીકારશે નહીં, ખાસ કરીને અમેરિકાનો તો બિલકુલ નહીં. આમ તો અમારી વિદેશ નીતિ સંતુલિત અને અર્થવ્યવસ્થાને આધારિત છે. અમે તમામ દેશો સાથે રચનાત્મક સંબંધો ઈચ્છીએ છીએ. જોકે અમે અમારી જમીનમાંથી એક ઈંચ પણ કોઈને નહીં આપીએ.’ તાલિબાને ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘તેમણે અફઘાનિસ્તાનનો જૂનો ઈતિહાસ જોઈ લેવો જોઈએ.


તાલિબાનની અમેરિકાને સીધી ધમકી

તાલિબાન સરકારે બગરામ એરબેઝ પર કબજો જમાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યા બાદ અફઘાનના વિદેશ મંત્રી મુત્તાકીએ પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી છે. તેમણે દોહા કરારનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ‘કરાર હેઠળ અમેરિકાએ વચન આપ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનની રાજકીય સ્વતંત્રતા અથવા પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધ બળનો ઉપયોગ નહીં કરે અને આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ પણ નહીં કરે.તાલિબાનના મતે, જો અમેરિકા રાજદ્વારી સંબંધો હેઠળ ખાણકામ, કૃષિ વગેરેમાં રોકાણ અને દ્વિપક્ષીય વેપાર ઈચ્છે છે, તો તેમનું સ્વાગત છે. પરંતુ જો તેઓ કોઈ લાલચી મહત્વાકાંક્ષા રાખશે તો તેમણે બ્રિટિશ આક્રમણથી લઈને તાજેતરના અમેરિકન કબ્જા સુધીનો અફઘાનિસ્તાનનો ઈતિહાસ ફરીથી જોવો જોઈએ. બધુ જ સ્પષ્ટ છે, તેમને ઘણું બધુ શિખવા મળશે.’


ટ્રમ્પ કેમ બગરામ એરબેઝ ઈચ્છે છે?

અમેરિકા ટૂંક સમયમાં બગરામ એર બેઝને અમારા નિયંત્રણ હેઠળ ઈચ્છીએ છીએ. જો અફઘાનિસ્તાન અમારી વાત નહીં માને તો તમને ખબર પડશે કે હું શું કરીશ.’ અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબુલ નજીક એક મુખ્ય અફઘાન એરબેઝ ફરીથી કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે.


  • Follow us on: