તેમના એજન્ટોએ માત્ર 300 ડૉલર આપીને ઇરાનમાં કેવી રીતે હત્યાઓ અને મસ્જિદો પર હુમલા કરાયા તેની બ્લૂપ્રિંટ રજૂ કરી છે.

ઇરાનમાં મચાવાઇ તબાહી

અલી ખામેનેઇના દેશ ઇરાનમાં થઇ રહેલી હિંસા હવે શાંત થતી દેખાઇ રહી છે. એક તરફ પ્રદર્શનકારીઓની ફાંસીની સજા રોકવામાં આવી છે.તો બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યુ છે કે, અમે હુમલો નહી કરીએ. પરંતુ આ બધાની વચ્ચે ઇરાનનો દાવો હલચલ પેદા કરી રહ્યો છે. અલી ખામેનેઇએ જણાવ્યુ છે કે, ઇરાનમાં હિંસા પાછળ ઉગ્રવાદી વિદેશી શક્તિઓનો હાથ છે. હવે બે દેશોનું ષડયંત્ર સામે આવ્યુ છે. જેમાં એજન્સીઓએ 300 ડોલર આપીને ઇરાનમાં તબાહી મચાવી હતી.

શું છે મસ્જિદ પર હુમલાનું સત્ય?

ઇરાનના સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે,બ્રિટેનની ગુપ્તચર એજન્સી M16, ઇઝરાયલી મોસાદ સાથે મળીને ઇરાનમાં હત્યા, તોડ-ફોડ અને આગચંપીને અંજામ આપી રહ્યા હતા. આ બન્ને એજન્સીઓએ 300 ડૉલર આપીને ઇરાનમાં જાસૂસ ઉભા કર્યા હતા. જેઓ મસ્જિદ પર હુમલો કરી રહ્યા હતા. દાવો કરાયો છે કે, જૂન 2025માં જ્યારે ઇરાન પર અટેક થયો હતો. ત્યારે પણ મોટી સંખ્યામાં આતંકવાદી સેલને પકડવામાં આવ્યુ હતુ. જેઓ ભીડવાળા વિસ્તાર અને મસ્જિદોને નિશાન બનાવી રહ્યા હતા. આ સમૂહને વિદેશી શક્તિઓ ડ્રોન અને વિસ્ફોટકો મોકલી રહી હતી.

યુવાઓને કરાય છે ટાર્ગેટ

ઇરાનની ગુપ્તચર એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે, અન્ય એજન્સીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાઓને ફસાવે છે. અને તેમને રેકી કરવા જેવી બાબતે સામાન્ય ચુકવણી કરે છે. અને બાદમાં આ વસ્તુઓ મોટા ષડયંત્રનો ભાગ બને છે. ઇરાનમાં હાલમાં આવા અનેક મામલાઓ સામે આવ્યા છે. આ આતંકીઓને 27 હજાર આપીને હત્યા કરાવવા માટે દબાણ કરાય છે. આ જુથ ધાર્મિક સ્થળોએ પણ નુકસાન કરે છે.

આ પણ વાંચોઃ Bangladesh News: છેલ્લા 45 દિવસમાં 15 હિન્દુઓની હત્યા, ઢાકાથી સામે આવ્યો રિપોર્ટ