જેનાથી ચુબુટ પ્રાંતના એન્ડિયન પ્રદેશમાં શાળાઓ, પાવર પ્લાન્ટ અને ગામડાઓને નુકસાન થયું છે.

આગનું વિકરાળ સ્વરૂપ

આર્જેન્ટીનાના પૈટાગોનિયામાં જંગલમાં લાગેલી આગે 12 હજાર હેક્ટર જમીન પર નુકસાન કર્યુ છે. ચુબુત પ્રાંતના એન્ડીઝ વિસ્તારમાં શાળા, વીજળી ઘર અને ગામડાઓ ખતરામાં જોવા મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ આગ જાતે જ લગાવવામાં આવી છે. આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે. અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે.

ઇરાદાપૂર્વક આગ લગાવાઇ ?

આગનું કારણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ ચુબુટના ગવર્નર ઇગ્નાસિયો ટોરેસે જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં ઇરાદાપૂર્વક આગ લગાવવામાં આવી હોય તેવું લાગે છે. "આગ લગાવનારા લોકો આખરે જેલમાં જશે," ટોરેસે જણાવ્યું હતું. તેમણે ઘટના વિશે માહિતી આપનાર માટે 50 મિલિયન પેસો અથવા લગભગ $34,000નું ઇનામ આપવાની ઓફર કરી હતી.

આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

એલ હોયો વિસ્તારમાં સ્વયંસેવક અગ્નિશામક જોર્જ અરેનિયા આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, "બધું બળી રહ્યું છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. ક્યારેક આપણા પ્રયત્નો નિષ્ફળ જાય છે. જે થઈ રહ્યું છે તે ખૂબ જ ડરામણું છે."

આ પણ વાંચોઃ PM Modi New Residence: પીએમ નિવાસ સ્થાને કેવી રીતે થાય છે શિફ્ટીંગ, કેટલા દિવસમાં થાય છે કામ પૂર્ણ?, જાણો