પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે નાઇજર રાજ્યના બોર્ગુ સ્થાનિક સરકારી ક્ષેત્રના કાસુવાન-દાજી ગામમાં હુમલો થયો હતો.

ફાયરિંગની ઘટનાથી ચકચાર

નાઇજીરીયાના ઉત્તર નાઇજર રાજ્યના કાસુવાન-દાજી ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ 30 લોકોની હત્યા કરી છે અને સાથે જ અન્ય લોકોનું અપહરણ કર્યુ છે. હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો હતો. બજાર અને ઘરોમાં આગ ચાંપી હતી. ફાયરિંગની ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સશસ્ત્ર હુમલાખોરો અચાનક ગામમાં ઘૂસી ગયા અને લોકો પર સીધી ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ, હુમલાખોરોએ ગામનું બજાર અને ઘણા ઘરોને આગ ચાંપી હતી.

લોકોને શોધવા માટે સૈનિકો તૈનાત કર્યા

નાઇજર સ્ટેટ પોલીસના પ્રવક્તા વાસિયુ અબીઓડુને જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. જોકે, કેટલાક ગ્રામજનો કહે છે કે મૃત્યુઆંક 37 કે તેથી વધુ હોઈ શકે છે, કારણ કે ઘણા હજુ પણ ગુમ છે. જેના કારણે મૃત્યુઆંક વધુ વધી શકે તેવી શક્યતા વધી છે. ગામલોકોનો એવો પણ આરોપ છે કે હુમલા પછી સુરક્ષા દળો હજુ સુધી ગામમાં પહોંચ્યા નથી. તેઓ કહે છે કે તેઓએ કોઈ પોલીસ કે સૈન્યની હાજરી જોઈ નથી, જ્યારે પોલીસનો દાવો છે કે તેઓએ અપહરણ કરાયેલા લોકોને શોધવા માટે સૈનિકો તૈનાત કર્યા છે.

ખંડણી માટે અપહરણ ?

નાઇજીરીયા આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ ઘણા દૂરના વિસ્તારોમાં સુરક્ષા નબળી છે. ગુનાહિત ગેંગ અને સશસ્ત્ર ગુનેગારો આ વિસ્તારોમાં કાર્યરત છે. આ ગેંગ વારંવાર ગામડાઓ પર હુમલો કરે છે, લોકોની હત્યા કરે છે અને ખંડણી માટે અપહરણ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાસુવાન-દાજી પર હુમલો કરનારા સશસ્ત્ર માણસો નેશનલ પાર્ક ફોરેસ્ટ અને કાબે જિલ્લામાંથી આવ્યા હતા. આ વિસ્તારોમાં મોટા અને નિર્જન જંગલો છે જે ઘણીવાર સશસ્ત્ર ગેંગ માટે છુપાયેલા સ્થળો તરીકે કામ કરે છે.

આ પણ વાંચોઃ 

  • Follow us on: