12 ડિસેમ્બર 2025ના રોજ ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉસ્માન હાદીને ગોળી વાગી હતી અને 18 ડિસેમ્બરના રોજ તેનું નિધન થયુ હતુ.

ઓમર બિન હાદી સરકારી અધિકારી બન્યા

બાંગ્લાદેશ સરકારે ઉસ્માન હાદીના ભાઈ ઓમર બિન હાદીને યુકેમાં સરકારી પદ પર નિયુક્ત કર્યા છે. ઓમરને બર્મિંગહામમાં બાંગ્લાદેશ આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં સેકન્ડ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક કરારના આધારે છે. આ અંગેની સૂચના 15 જાન્યુઆરીએ જાહેર વહીવટ મંત્રાલયના કોન્ટ્રાક્ટ્સ એન્ડ ઓવરસીઝ એપોઇન્ટમેન્ટ્સ વિંગે જાહેર કરી હતી. તેના પર સંયુક્ત સચિવ અબુલ હયાત મોહમ્મદ રફીકે હસ્તાક્ષર કર્યા હતા.

ઉસ્માન હાદીના મોત બાદ હોબાળો

ઉસ્માન હાદી ઇન્કલાબ મંચના પ્રવક્તા હતા. ગયા વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઇન્કલાબ મંચ પ્રસિદ્ધિ થયો હતો. 12 ડિસેમ્બર 2025ના રોજ ઢાકામાં ઉસ્માન પર ફાયરિંગ કરાયુ હતુ. 18 ડિસેમ્બરે સિંગાપોરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ, બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. જેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ફરી શરૂ

ઓગસ્ટ 2024માં હસીના સરકાર સામેના વિરોધ પ્રદર્શનોમાં હાદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ફેબ્રુઆરીની ચૂંટણી માટે ઉમેદવાર પણ હતા. હુમલા સમયે, તે ઢાકા-8 મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યો હતો. હાદીએ તાજેતરમાં કહેવાતા ગ્રેટર બાંગ્લાદેશનો નકશો બહાર પાડ્યો હતો. જેમાં ભારતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો હતો. હાદીની હત્યાથી બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ફરી શરૂ થયો છે.

આ પણ વાંચોઃ શું માત્ર એક દવાથી જ ખત્મ થઇ શકે છે Cancer, જાણો શું કહે છે નિષ્ણાંતો? 

  • Follow us on: