કોર્ટે જણાવ્યુ છે કે, 2018માં ફોન હૈકિંગ, લંડનમાં હુમલા અને ધમકીઓ પાછળ સાઉદી સરકાર અથવા તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકા હતી.
અલ-મસરિરને લઇને મોટો નિર્ણય
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ટીકા કરનાર સાઉદી મૂળના યૂટ્યૂબર અને હાસ્ય કલાકાર ઘનેમ અલ-મસરિરને લઇને મોટો નિર્ણય કરાયો છે. બ્રિટેનની કોર્ટે
આદેશ આપ્યો છે કે, સાઉદી અરબને અલ મસરિરને 3 મિલિયન પાઇન્ડ એટલે કે 38 કરોડ રૂપિયાનું વળતર આપવું પડશે. આ નિર્ણય 6 વર્ષ ચાલેલા કેસ બાદ સંભળાવવામાં આવ્યો છે. ઘનેમ અલ મસરિર છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી બ્રિટેનમાં રહી રહ્યા છે. તેઓ લંડનના વેમ્બલી વિસ્તારમાં સ્થાયી છે.
અલ મસરિરનો ફેલ કરાયો હૈક
અલ-મસરિર પોતાના યૂટ્યૂબ ચેનલ પર વ્યંગ અને કોમેડી માધ્યમથી સાઉદીના શાહી પરિવારની ટીકા કરતા રહે છે. તેમના વીડિયો અરબ દેશમાં વધુ લોકપ્રિય છે. અને હમણા સુધી તેમના વીડિયોને 345 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. વર્ષ 2018માં અલ મસરિરનો આઇફોન હૈક કરાયો હતો. તેમને લિંક મોકલાઇ હતી. જે ઓનલાઇન ન્યૂઝ વેબસાઇટની સબ્સક્રિપ્શન જેવી લાગતી હતી. તેઓએ આ લિંક પર ક્લીક કર્યુ તેટલામાં જ પેગાસસ સ્પાઇવેયર આવ્યુ હતુ.
લંડનમાં અલ-મસરિર પર હુમલાઓ
હેકિંગના થોડા સમય બાદ ઓગષ્ટ 2018માં લંડનના વચ્ચે અલ-મસરિર પર હુમલો કરાયો હતો. કોર્ટના જણાવ્યા મુજબ બે લોકોએ તેમને સાઉદીના શાહી પરિવાર પર ટીકા કરવા બદલ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કતરના ગુલામ પણ કહ્યા હતા. કોર્ટે સ્વીકાર્યુ હતુ કે, આ હુમલો ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યો છે. બાદમાં અલ-મસરિરને હેરાન કરવામાં આવતુ હતુ. બાદમાં તેમને ધમકીઓ આપવામાં આવતી હતી. અને હુમલા માટે ટાર્ગેટ કરાતુ હતુ.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિએ ક્રાઉન પ્રિન્સને સોંપી 260 અરબ ડૉલરની સંપત્તિ, જાણો શું છે મામલો?
