લશ્કર-એ-તૈયબાના ડિપ્ટી ચીફ અને પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરીએ સ્વીકાર્યુ છે કે, પાકિસ્તાની સેના તેમને સેનાના કાર્યક્રમોમાં આમંત્રિત કરે છે.
પાકિસ્તાની સેનાની પોલ ખોલી
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો યથાવત રાખી રહ્યુ છે. લાંબા સમયથી આરોપ લાગી રહ્યા છે કે, પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠન વચ્ચે મજબૂત સંપર્ક છે. અને ફરીએકવાર તેના પુરાવા સામે આવ્યા છે. હમણા જે મોટો ખુલાસો કરાયો છે તે દર્શાવે છે કે, પાકિસ્તાની સેના આતંકવાદીઓ સાથે મળેલી છે. અને તેમને આમંત્રણ આપીને તેમના કાર્યક્રમોમાં બોલાવે છે. પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના મુખ્ય નેતાએ પાકિસ્તાની સેનાની પોલ ખોલી છે.
સૈફુલ્લાહ કસૂરીની કબૂલાત
હાફિઝ સઇદના નેતૃત્ત્વવાળા સંગઠનના ડિપ્ટી ચીફ અને પહલગામ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરીએ કહ્યુ હતુ કે, તેમને નિયમિતરૂપથી પાકિસ્તાની સેના તરફ કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે છે. કસૂરીએ પાકિસ્તાનની શાળામાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત જણાવી હતી. સૈફુલ્લાહ કસૂરીએ એ પણ દાવો કર્યો છે કે, તેમની ઉપસ્થિતિથી ભારતમાં ડરનો માહોલ છે.
પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ
સૈફુલ્લાહ કસૂરીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા હોવાનું દાવો કર્યો હતો. પરંતુ આ નિશાનાથી ભારતે મોટી ભૂલ કરી હોવાનું સૈફુલ્લાહ કસૂરીએ કહ્યુ હતુ. પહલગામમાં હુમલો કર્યા બાદ તે દુનિયામાં પ્રખ્યાત થઇ ગયો હોવાનું પણ તેણે કહ્યુ હતુ. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં હુમલો કરાયો હતો. જેમાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચોઃ













