જર્મનીમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયેલા તેલંગાણાના જંગાવ (જનગાંવ) જિલ્લાના વિદ્યાર્થી થોકાલા ઋતિક રેડ્ડીનું નવા વર્ષની પૂર્વસંધ્યાએ દુઃખદ અવસાન થયું. 31 ડિસેમ્બરની રાત્રે તે રહેતો હતો તે એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતી જોઈ અને જીવ બચાવવાની સ્થિતિમાં ઋતિકે સલામત સ્થળે પહોંચવા માટે એપાર્ટમેન્ટમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો. દુર્ભાગ્યવશ, કૂદતા સમયે તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.


ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ

ઘટનાના તરત બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. જોકે ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી લાંબી સારવાર છતાં તેનું જીવન બચી શક્યું નહીં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઋતિકનું મોત થયું હોવાની માહિતી મળતાં જ પરિવાર અને મિત્રો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

ક્યાં છે આ વિદ્યાર્થી ?

ઋતિક રેડ્ડી તેલંગાણાના જંગાવ જિલ્લાના વતની હતા અને પોતાના અભિયાસ માટે જર્મની ગયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તે અભ્યાસમાં તેજસ્વી અને ભવિષ્ય વિશે આશાવાદી હતો. નવા વર્ષની ઉજવણી પહેલા બનેલી આ ઘટના પરિવાર માટે ક્યારેય ન ભૂલાય એવી બની ગઈ છે.

ગામમાં શોકની લાગણી

આ દુર્ઘટનાની જાણ થતા જ ઋતિકના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારના સભ્યો, મિત્રો અને સ્થાનિક રહેવાસીઓ તેમના નિવાસસ્થાને શોક વ્યક્ત કરવા માટે એકત્ર થઈ રહ્યા છે. ગામમાં શાંતિ અને શોકનું વાતાવરણ છે. પરિવાર માટે આ અચાનક આવેલી દુઃખદ ઘટના સહન કરવી અત્યંત કઠિન બની છે.

 અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ

જર્મનીમાં રહેલા ભારતીય સમુદાયના સભ્યો અને ઋતિકના મિત્રો પણ પરિવારને સહાનુભૂતિ અને સહાય આપી રહ્યા છે. જર્મન અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી ઔપચારિક પ્રક્રિયામાં પરિવારને મદદ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વિદેશમાં આગની ઘટનાઓમાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જે ચિંતાજનક છે. સુરક્ષા વ્યવસ્થાઓ અને તાત્કાલિક બચાવની જાણકારીનું મહત્વ આવી ઘટનાઓ ફરી એકવાર રેખાંકિત કરે છે.

આ પણ વાંચો : US Donald Trump: ટ્રમ્પ સ્વસ્થ તો છે ને? હાથ પર નીલા નિશાન જોવા મળ્યા ઉઠ્યા સવાલ, જાણો ટ્રમ્પે શું કહ્યું?


  • Follow us on: