UN સુરક્ષા પરિષદે ગાઝામાં ટ્રમ્પની 20 સૂત્રીય શાંતિ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સૈનિકોની તૈનાતી સામેલ છે. આ બ્લુપ્રિન્ટ યુદ્ધવિરામ અમલીકરણ અને પુનર્નિર્માણને માર્ગદર્શન આપશે.જોકે, હમાસે આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે તે પેલેસ્ટિનિયન અધિકારોને પૂર્ણ કરતો નથી.


ટ્રમ્પના Gaza Peace Plan ને UN ની મંજૂરી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસેથી મહત્વની મંજૂરી મળી ગઇ છે. અમેરિકા દ્વારા તૈયાર ડ્રાફ્ટ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં આને બહુમતી સમર્થમ મળ્યુ. જે બાદ આ 20 સૂત્રીય રોડમેપ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત શાંતિ એક માળખું બની ગયો છે. આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય સૈનિકોની તૈનાતીનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનના 20 મુદ્દાવાળા ફ્રેમવર્કમાં ગાઝામાં યુદ્ધવિરામ, પુનર્નિર્માણ અને શાસન માટેના પ્રથમ વ્યાપક આંતરરાષ્ટ્રીય રોડમેપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગયા મહિને આ યોજનાના પ્રથમ તબક્કાઓ પર સંમતિ વ્યક્ત કરાઇ હતી

ઇઝરાયલ અને હમાસે ગયા મહિને આ યોજનાના પ્રથમ તબક્કાઓ પર સંમતિ વ્યક્ત કરી હતી, જેના કારણે બે વર્ષ લાંબા યુદ્ધને રોકવામાં આવ્યું હતું અને બંદકોની મુક્તિની વ્યવસ્થા થઈ હતી. સોમવારે થયેલા મતદાન પછી, આ બ્લૂપ્રિન્ટ એક સામાન્ય પ્રસ્તાવથી આગળ વધી એક સમર્થિત મંડેટ બની ગયું છે અને હવે UNSCની મ્હોર સાથે આ પ્રસ્તાવ એક મજબૂત આંતરરાષ્ટ્રીય આદેશમાં પરિવર્તિત થયો છે, જેના કારણે ટ્રાન્ઝિન ઓથોરિટીના નિર્માણનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.

શું છે પ્રસ્તાવ

સુરક્ષા પરિષદના પાઠમાં ટ્રમ્પના બ્લૂપ્રિન્ટને એનેક્સ તરીકે સામેલ કરવામાં આવ્યો છે અને તે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાવા માટે આમંત્રિત કરે છે. આ આંતરિક (ઇન્ટેરિમ) સંસ્થા પુનર્નિર્માણનું માર્ગદર્શન આપશે અને ગાઝાની અર્થવ્યવસ્થાને સ્થિર બનાવવા માટે દિશા આપશે. આ ઠરાવ આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળને ગેર-સૈનિકીકરણના કાર્ય માટે પણ અધિકૃત કરે છે, જેના મિશનની વ્યાખ્યા હથિયારોને નિષ્ક્રિય કરવી અને સૈનિકી માળખાને નષ્ટ કરવું છે.

હમાસે કર્યો વિરોધ

હમાસે સુરક્ષા પરિષદના આ નિર્ણયને નકારી કાઢ્યો છે. હમાસે કહ્યું કે આ પ્રસ્તાવ “ફિલિસ્તીનીઓના અધિકારો અને માંગણીઓને પૂર્ણ કરવા નિષ્ફળ જાય છે” અને ગાઝા પર “આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીશિપ” લાદવાનો પ્રયત્ન કરે છે, જેનો ફિલિસ્તીની જૂથ લાંબા સમયથી વિરોધ કરતા આવ્યા છે.


  • Follow us on: