પ્રિન્સ રઝા પહેલવીએ જણાવ્યુ છે કે, ઇરાનનું શાસન નબળુ પડ્યુ છે. અને અમેરિકાની મદદથી તેને ફરી સક્રિય કરી શકાય છે.

ટ્રમ્પની ઇરાનને સતત ધમકી

ઇરાનમાં જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હમણા સુધી દેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 500થી વધુ લોકોના મોત થયા છે. આ બધાની વચ્ચે દેશમાં પ્રદર્શન વધી રહ્યુ છે. તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઇરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા હસ્તકક્ષેપ કરશે. એક તરફ ઇરાન ટ્રમ્પની ધમકીઓના કારણે ચિંતામાં છે. તો બીજી તરફ ઇરાનના પ્રિન્સ રઝા પહેલવી દેશમાં અમેરિકાની દખલઅંદાજી ઇચ્છે છે.

ઇરાનમાં વિરોધ પ્રદર્શનો થયા તેજ

ઇરાનના પ્રિન્સ રઝા પહેલવી ઇરાનના શાસનના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની એક અપીલ બાદ દેશમાં વિરોધ પ્રદર્શન વધી ગયા છે. અને હવે તેનું એક નિવેદન જાહેર કરાયુ છે. તેમાં તેઓએ કહ્યુ છે કે, ઇરાનમાં થઇ રહેલા પ્રદર્શનોની વચ્ચે પ્રિન્સ રઝા પહેલવીનો સીધો સંપર્ક ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, આ પ્રદર્શન જનતા અને સરકાર વચ્ચેનુ છે. અને તે યુદ્ધ સમાન છે.

પ્રિન્સ રઝા પહેલવીનું નિવેદન

પ્રિન્સ રઝા પહેલવીએ જણાવ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનમાં શાંતિ જાળવવા માટે મોટું પગલુ લઇ શકે છે. અમેરિકાની મદદથી ઇરાનમાં ગુનાહિત શાસનનો અંત આવી શકે છે. પ્રિન્સે વધુમાં કહ્યુ હતુ કે, વર્તમાન સરકાર પડી ભાંગવાની સ્થિતિમાં છે. અમેરિકાની મદદથી ઇરાનમાં ફરી સુશાસન સક્રિય થઇ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની દખલઅંદાજી કેમ સ્વિકાર્ય ?

1. ઇરાનમાં સરકાર પ્રદર્શનકારીઓ પર મોતની કાર્યવાહી કરી રહી છે. પ્રિન્સ રઝા પહેલવીનું માનવું છે કે, જો બાહ્ય દબાણ ન બને તો સરકારની તાનાશાહી યથાવત રહેશે.

2. પ્રિન્સ રઝા પહેલવીના કહ્યા મુજબ અમેરિકા સૌથી મોટી બાહ્ય દબાણ કરનારી સરકાર છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, અમેરિકા મુક્ત દુનિયાનો નેતા છે. ઇરાનની જનતાને નક્કર કાર્યવાહી અને સમર્થન જોઇએ છે.

3. વર્તમાન સ્થિતિમાં ઇરાનની સરકાર નબળી છે. તેને સક્રિય કરવા માટે અમેરિકાની મદદ જરુરી છે. અમેરિકાની સરકાર ઇરાનમાં પોતાનો પ્રવેશ કરવા માટે કોઇપણ સ્થિતિને અંજાપ આપી શકે છે.

આ પણ વાંચોઃ Americaને પાઠ ભણાવવા માટે Iranએ ઘડી રણનીતિ, આ દેશના તેલના ટેન્કરને કર્યુ મુક્ત, જાણો શું છે મામલો?