દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના ભૂરાજકીય પરિપ્રેક્ષ્યમાં એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો ચર્ચામાં છે. પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે ત્રિપક્ષીય સંરક્ષણ કરાર માટે છેલ્લા લગભગ એક વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે. આ સોદાનો હેતુ પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવાનો છે, પરંતુ ત્રણેય દેશો વચ્ચે પૂરતો વિશ્વાસ ન હોવાના કારણે આ કરાર હજી સુધી સાકાર થયો નથી.

પોકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તે પોતાની સુરક્ષા ક્ષમતાઓ મજબૂત કરવા માટે વિદેશી સહયોગ શોધી રહ્યું છે. આ સંદર્ભમાં સાઉદી અરેબિયા અને તુર્કી સાથે સંયુક્ત સંરક્ષણ કરાર પાકિસ્તાન માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. પાકિસ્તાની સંરક્ષણ ઉત્પાદન મંત્રીના જણાવ્યા મુજબ, આ સોદાનો હેતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધેલી પ્રાદેશિક હિંસા સામે એક મજબૂત સુરક્ષા કવચ ઊભું કરવાનો છે.

પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાનનો દાવો છે કે ત્રણેય દેશો પાસે આ સંરક્ષણ સોદાનો અલગ-અલગ ડ્રાફ્ટ તૈયાર છે અને છેલ્લા દસ મહિનાથી સતત ચર્ચા થઈ રહી છે. તેમ છતાં, આ કરાર માટે અંતિમ અને સર્વસંમતિ જરૂરી છે, જે હજી સુધી પ્રાપ્ત થઈ નથી. પાકિસ્તાની નેતૃત્વ આ સોદાને ભવિષ્યની વ્યૂહાત્મક જરૂરિયાત તરીકે જોઈ રહ્યું છે.

તુર્કીએ આ મુદ્દે વધુ સાવચેત

બીજી તરફ, તુર્કીએ આ મુદ્દે વધુ સાવચેત વલણ અપનાવ્યું છે. તુર્કીના વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ત્રણેય દેશો વચ્ચે ચર્ચા થઈ છે, પરંતુ કોઈ સત્તાવાર કરાર પર હસ્તાક્ષર થયા નથી. તુર્કીનું માનવું છે કે કોઈપણ સંરક્ષણ કરાર પહેલાં પરસ્પર વિશ્વાસ અને લાંબા ગાળાનો પ્રાદેશિક સહયોગ જરૂરી છે. અવિશ્વાસ, આંતરિક મતભેદો અને બાહ્ય દબાણો પ્રદેશમાં અસ્થિરતા પેદા કરી શકે છે, એમ તુર્કીનો અભિગમ છે.

આ સોદામાં ચીનનો સમાવેશ નથી

આ સોદામાં સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમાં ચીનનો સમાવેશ નથી, જ્યારે ચીન પરંપરાગત રીતે પાકિસ્તાનનો નજીકનો સાથી રહ્યો છે. સાથે જ, આ ત્રિપક્ષીય ગોઠવણીમાં સાઉદી અરેબિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે, કારણ કે સાઉદી અરેબિયા ભારત સાથે સારા આર્થિક અને ઊર્જા સંબંધો ધરાવે છે. તે ભારત માટે ક્રૂડ ઓઇલનો મુખ્ય પુરવઠાકાર પણ છે. આ કારણે સાઉદી અરેબિયા કોઈ એવો પગલું લેતા પહેલા સાવધન રહેવા માગે છે, જે ભારત સાથેના સંબંધોને અસર કરી શકે.

ભારત માટે વ્યૂહાત્મક મહત્વ

જો આ સંરક્ષણ કરાર ભવિષ્યમાં અમલમાં આવે, તો તેનું ભારત માટે વ્યૂહાત્મક મહત્વ રહેશે. આ કરાર હેઠળ ત્રણેય દેશોમાંથી કોઈ એક પર હુમલો થવાથી તેને બધા પર હુમલો માનવામાં આવશે. જોકે, તેનો અર્થ એ નથી કે ભારત આ વિસ્તારમાં અલગ પડી જશે. પરંતુ ભારતે પોતાની વ્યૂહાત્મક ધારણાઓનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે.

તે પોતાની ક્ષમતાઓ મજબૂત કરે

આ પરિસ્થિતિમાં ભારત માટે જરૂરી છે કે તે પોતાની સૈન્ય ક્ષમતાઓ મજબૂત કરે, પોતાના સાથી દેશોના નેટવર્કને વિસ્તારે અને પ્રદેશમાં બદલાતી ગોઠવણી પર સતત નજર રાખે. બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. આવનારા સમયમાં દક્ષિણ એશિયામાં સુરક્ષા અને રાજનીતિ વધુ જટિલ બનવાની સંભાવના છે.

આ પણ વાંચો : Iranની જેલમાં બંધ 16 ભારતીય ખલાસીઓ ! પરિવારની ન્યાય માટેની લડાઈ