બેઇજિંગ મુલાકાત દરમિયાન શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દા પર ચર્ચા કરી હતી.
ત્રણ દેશોનું મજબૂત ગઠબંધન
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટથી અમેરિકા, ચીન અને રશિયા ચિંતામાં મુકાયા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ શી જિનપિંગને પ્રસ્તાવ મૂક્યો છે કે રશિયા, અમેરિકા અને ચીન કોર્ટ સામે ગઠબંધન બનાવશે. યોજના તેને નબળી પાડવાની અથવા તેને નાબૂદ કરવાની વ્યૂહરચના વિકસાવવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને કહ્યું હતું કે, તેની સામે ત્રણ દેશોનું મજબૂત ગઠબંધન બનાવવાની જરૂર છે. આ ત્રણેયના સામાન્ય હિતમાં છે. જિનપિંગ આ અઠવાડિયે બેઇજિંગની મુલાકાતે આવેલા પુતિન સાથે આ અંગે ચર્ચા કરી શકે છે.
શું છે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત ?
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત રોમ કાયદા દ્વારા સ્થાપિત ન્યાયિક સંસ્થા છે. તેની સ્થાપના જુલાઈ 2002માં કરવામાં આવી હતી. ICCનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગમાં આવેલું છે. આ અદાલત નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપી વ્યક્તિઓની તપાસ કરે છે. તેમની સામે કાર્યવાહી કરે છે અને સજા ફટકારે છે. ICCની સ્થાપના એવા કેસોની પ્રક્રિયા માટે કરાઇ હતી જેમાં રાષ્ટ્રીય અદાલતો કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય છે.
અગ્રણી નેતાઓ વિરુદ્ધ વોરંટ
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે 2023માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આંતરરાષ્ટ્રીય અદાલતે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ પણ વોરંટ જારી કર્યું છે. ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની 2025માં આંતરરાષ્ટ્રીય અદાલતના વોરંટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ અદાલત દ્વારા અત્યાર સુધીમાં 40થી વધુ અગ્રણી નેતાઓ વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ છ દિવસ પહેલા કરાયુ અપહરણ, હવે નહેરમાંથી મળ્યો મૃતદેહ
