નીદર લેન્ડના ગીથૂર્ન વિસ્તારમાં આ હકિકત વાળી જીંદગી છે.અહીંની લાઇફસ્ટાઇલ એટલી કૂલ છે કે જેથી તેને નોર્થનું વેનિસ કહેવામાં આવે છે.આજે વિશ્વભરના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.ગ્લોબલ વોર્મિંગ અને માનસિક તણાવ જેવી.પરંતુ આ વાળી સમસ્યાથી ગીએથુર્નના લોકો કોશો દૂર છે.
સ્થાનિકોને નથી જોઈતા રસ્તાઓ
જ્યારે આપણે કોઈ શહેર વિશે વિચારીએ છીએ, ત્યારે મગજમાં ફ્લાઈઓવર,ટ્રાફિક સિગ્નલ અને પ્રદૂષણ આવે છે.પરંતુ રોડ રસ્તાઓ વગર પણ જિંદગી શાનદાર છે તેવું ગિએથુર્નને સાબિત કરી બતાવ્યું છે,આ આખા ગામમાં એક પણ ગલી નથી અહીં એક ઘરથી બીજા ઘર સુધી પહોંચવા માટે નાવનો સહારો લેવો પડે છે.યા તો પછઈ લાકડાઓથઈ બનેલા નાના નાના પુલનો સહારો લેવો પડે છે.અહીંના લોકો તેમના ગ્રૉસરી ,ફર્નિચર સહિતનો સામાનના ફેરા માટે નાવનો જ ઉપયોગ કરે છે.
માત્ર પક્ષીઓની કલબલાટ જ સંભળાય છે
અહીંની શાંતિ કોઈ થેરેપીથી કમ નથી.અહીંની સરકારે રસ્તાઓનો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે.કેમકે આ વિસ્તારની શાંતિ ખંડિત ન થાય.અહીં જે બોટ ચાલે છે તેને વિસ્પર બોટ્સ કહે છે. એમાં ઇલેક્ટ્રિક મોટર લાગેલી હોય છે. જેમાંથી અવાજ નથી આવતો અને ધૂમાળો પણ નથી નીકળતો.અહીંની હવા એટલી શુદ્ધ છે કે શહેરથી આવતાં લોકોને તેનો શ્વાસ પણ ભારે લાગે છે.ગિયથૂર્નમાં સૌથી વધુ પક્ષીની કલબલાટ અને પાણીનો અવાજ જ સંભળાય છે.
અહીંના લોકો ચાલવું,સાયકલ અને બોટ્સની સવારી કરવી જ પસંદ કરે છે. કેટલાય લોકોએ પોતાની ઓફિસે જવા માટે પોતાની પર્સનલ વિસ્પર બોટ્સ વસાવી છે .ઓફિસ પહોંચવા માટે લોકોને 10 મિનિટથી વધુ સમય નથી લાગતો.કારણ કે અહીં કોઈ ટ્રૅફિક જામ નથી.પરંતુ ઇમેજન્સી માટે અહીં વોટર એમ્બ્યુલેન્સ જરુર છે.
સ્થાનિકોએ પ્રકૃતિને બચાવી છે
અહીંના લોકોએ પ્રકૃતિને બચાવી છે.દુનિયા હિટવેવ અને ડિપ્રેશનથી જૂજ રહી છે.ત્યારે અહીં ના લોકો બોટમાં બેસીને સુકૂનથી તરી રહ્યાં છે. અહીં લોકોને એસીની જરૂર નથી, તેમના નહરોના ઠંડા પાણી અને વૃક્ષોના છાંયડામાં મસ્ત રહે છે.દરેક ઘરની સામે સુંદર બગીચો છે જે અને પાણીની નહેરો છે.અહીં માત્ર 2800 લોકો જ છે..પરંતું વર્ષમાં દુનિયા ભરના 10 લાખથી વધુ પર્યટકો આવે છે..જે આ શહેરની શાંતિને બર્બાદ કરે છે.પરંતુ ત્યાના લોકો પોતાની પ્રાયવસીને બચાવીને રાખે છે.જોકે અહિના લોકો રોડ રસ્તાઓ બનાવવાનો વિરોધ કરે છે...આટલા પર્યટકો આવવા છતા સ્થાનિકો આ જગ્યાને ખરાબ કરવા નથઈ માંગતા..
આ પણ વાંચો:Iran નો મોટો દાવો, અમેરિકાનું શક્તિશાળી F-16 ફાઈટર જેટ અને MQ-9 ડ્રોન તોડી પાડ્યું!https://sandesh.com/world/news/irans-big-claim-downing-of-americas-powerful-f-16-fighter-jet-and-mq-9-drone