વર્ષ 2026માં ભારતીય સ્થાપત્ય અને એવિએશન સેક્ટર માટે એક ગર્વની ક્ષણ આવી છે. પેરિસમાં 15 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા વાર્ષિક 'પ્રિક્સ વર્સેલ્સ' (Prix Versailles) એવોર્ડ્સમાં વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતનાં બે મહત્વપૂર્ણ એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશ માટે એક મોટી સિદ્ધિ છે. આ યાદી સાબિત કરે છે કે આધુનિક એરપોર્ટ્સ હવે માત્ર ફ્લાઇટ પકડવાના સ્થળો નથી રહ્યા, પરંતુ તે શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.


પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય:

પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ્સ વિશ્વભરમાં સમકાલીન સ્થાપત્યમાં શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે. આ વર્ષે પસંદ કરવામાં આવેલા સાત એરપોર્ટ અને ટર્મિનલ્સમાં ડિઝાઇન, નવીનતા, ટકાઉપણું (Sustainability) અને મુસાફરોના અનુભવને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેરોમ ગૌડૈન, પ્રિક્સ વર્સેલ્સના સેક્રેટરી જનરલના મતે, આજના એરપોર્ટ્સ માત્ર મુસાફરોની સંખ્યાને કાર્યક્ષમ રીતે હેન્ડલ કરવા માટે જ નથી, પરંતુ જે તે પ્રદેશની સંસ્કૃતિ અને ત્યાંના યુગના પ્રતીક તરીકે ઓળખાય છે.

ભારતની સિદ્ધિ:

ભારત માટે આ ગૌરવની વાત છે કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 'ટર્મિનલ 1' અને ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બોર્ડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 'ટર્મિનલ ૨' આ યાદીમાં સ્થાન પામ્યા છે. બંનેનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.

ભારતીય એરપોર્ટની વિશેષતાઓ:

ગુવાહાટી ટર્મિનલ 2: આ ટર્મિનલની રચના ઉત્તર-પૂર્વના 'વાંસ ઓર્કિડ' (Bamboo Orchid) ફૂલથી પ્રેરિત છે. તેમાં ઇન્ડોર 'આકાશનું જંગલ' અને ઉંચી છતની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે જે બ્રહ્મપુત્ર નદીના વહેણને પ્રતિબિંબિત કરે છે. અહીંની દિવાલો પર આદિવાસી વાર્તાઓ અને સ્થાનિક કારીગરી વણાયેલી છે, જે પ્રવાસીઓને અસમની સંસ્કૃતિનો અનુભવ કરાવે છે.


નવી મુંબઈ ટર્મિનલ 1: પ્રખ્યાત 'ઝાહા હદીદ આર્કિટેક્ટ્સ' દ્વારા ડિઝાઇન કરાયેલું આ ટર્મિનલ 'ખીલતા કમળ'ની છબી રજૂ કરે છે. તેની છત પરની પાંખડી જેવી રચના અદભૂત છે. ૨૦૨૫માં શરૂ થયેલું આ એરપોર્ટ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે, જેમાં નદીઓનો માર્ગ બદલવા અને દરિયામાંથી જમીન પુનઃપ્રાપ્ત કરવા જેવા જટિલ કામો કરવામાં આવ્યા છે.


વૈશ્વિક યાદીમાં અન્ય આકર્ષણો:

આ યાદીમાં અન્ય દેશોના એરપોર્ટ્સ પણ તેમની અનોખી ડિઝાઇન માટે વખણાયા છે:

1. ગુઆંગઝુ બાયયુન ટર્મિનલ ૩ (ચીન): આ શહેરની 'ફૂલોના શહેર' તરીકેની છબીને અનુસરીને, લિંગનાન સંસ્કૃતિના તત્વો સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં વિશાળ ઓપન-એર ઓબ્ઝર્વેશન ડેક છે.

2. ફ્રેન્કફર્ટ ટર્મિનલ ૩ (જર્મની): આર્કિટેક્ટ ક્રિસ્ટોફ મેકલરે તેને એક શહેરની શેરીઓ અને ચોકની જેમ ડિઝાઇન કર્યું છે, જે મુસાફરો માટે નેવિગેશનમાં સરળતા રહે છે.

3. ટેકો આંતરરાષ્ટ્રીય હવાઇમથક (કંબોડિયા): આ એરપોર્ટ સ્થાનિક બાસ્કેટ-વણાટની પરંપરાથી પ્રેરિત છે અને અહીં વૃક્ષ જેવા સ્તંભો પ્રકૃતિનો અનુભવ કરાવે છે.

4. પિટ્સબર્ગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (યુ.એસ.): એલેઘેની પર્વતોના લેન્ડસ્કેપને અનુરૂપ, કાચની મોટી દિવાલો અને સ્ટીલના સ્તંભો જંગલ જેવો અનુભવ કરાવે છે.

5. સાન ડિએગો ટર્મિનલ ૧ (યુ.એસ.): ૨૪૪ મીટર લાંબા વક્ર કાચના રવેશ દ્વારા કુદરતી પ્રકાશ લાવવામાં આવ્યો છે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ૩૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ PM Modi In Paris : ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું 'લોકતંત્રની તાકાતે 'ચા'વાળાને વડાપ્રધાન બનાવ્યો'


  • Follow us on: