અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શી જિનપિંગ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આમંત્રણ પર રાજ્ય મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે અને તેમની આ મુલાકાત પર આખી દુનિયાની ખાસ નજર છે.
શી જિનપિંગ અમેરિકામાં કોને મળશે?
એલોન મસ્ક, સુંદર પિચાઈ, ટિમ કૂક, સેમ ઓલ્ટમેન, જેન્સેન હુઆંગ, ,સત્યા નડેલા, જેફ બેઝોસ, માઈકલ ડેલ, જેમી ડિમોન, જેન ફ્રેઝક, ક્રિસ્ટિયાની અમોન આટલા દિગ્જજોને મળશે શી જિનપિંગ.
ચીનના રાષ્ટ્રપતિ અમેરિકામાં ક્યાં રહેશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાની રાજ્ય મુલાકાતે પહોંચ્યા છે. માહિતી મળી છે કે શી જિનપિંગ વોલ્ડોર્ફ એસ્ટોરિયામાં રોકાશે. હોટલના નજારા પણ સામે આવ્યા છે. મુલાકાત દરમિયાન બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થવાની અપેક્ષા છે.
જિનપિંગના સ્વાગત બાદ ટ્રમ્પે આપ્યુ નિવેદન
જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ ઈરાન મુદ્દે ચીનના રાષ્ટ્રપતિ શી સાથે શું ચર્ચા કરશે, ત્યારે તેમણે કહ્યું, "જોઈએ. હું તેમની સાથે તે અને અન્ય ઘણી બાબતો વિશે વાત કરીશ, પરંતુ તે મોરચે પણ બધું બરાબર ચાલી રહ્યું છે."https://twitter.com/AHindinews/status/2102960240430067967
જિનપિંગે પોતાનો પ્રોટોકોલ તોડ્યો
આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 1962 પછી પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર જઈને કોઈ વિદેશી નેતાનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે રેડ કાર્પેટ બિછાવીને શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.રાત્રિભોજનમાં કોણ હાજરી આપશે?
ટ્રમ્પે જણાવ્યું હતું કે શી જિનપિંગના સન્માનમાં યોજાનારા રાજ્ય રાત્રિભોજનમાં ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓ હાજરી આપશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ટેક જગત, બેંકિંગ ઉદ્યોગ અને અન્ય ઘણા લોકો હાજર રહેશે. ટ્રમ્પે તો એમ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમની પાસે વધુ બેઠકો હોત. શીની મુલાકાત દરમિયાન શી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ સુનિશ્ચિત થયેલ છે, ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળો સાથે વિસ્તૃત બેઠક યોજાશે.
જિનપિંગના સ્વાગત માટે B1 વિમાનોએ ઉડાન ભરી. જુઓ વીડિયો
https://twitter.com/Leonardofeldman/status/2102885512063197526
એરપોર્ટ પર બની રસપ્રદ ઘટના
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતે અમેરિકા પહોંચ્યા, ત્યારે એરપોર્ટ પર એક ખૂબ જ અનોખી અને રસપ્રદ ઘટના બની જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભવ્ય સ્વાગત સમારોહ ચાલી રહ્યો હતો અને બંને દેશોના રાષ્ટ્રગીત વાગી રહ્યા હતા, તે જ સમયે બે અમેરિકન B-1 બોમ્બર ફાઇટર વિમાનો ખૂબ જ નીચી સપાટીએથી અને ભારે ગર્જના સાથે ઉપરથી પસાર થયા.https://twitter.com/Mollyploofkins/status/2102892002056806700
વોશિંગ્ટન પહોંચ્યા શી જિનપિંગ
વોશિંગ્ટન પહોંચ્યા બાદ શી જિનપિંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકાએ હરીફ બનવાને બદલે પરસ્પર ભાગીદાર બનવું જોઈએ. તેમણે ઉમેર્યું કે બંને મહાસત્તાઓ નવા યુગમાં દ્વિપક્ષીય સંબંધો માટે યોગ્ય માર્ગ શોધી શકે છે અને તેમના નાગરિકોના હિતો પરસ્પર ઊંડાણપૂર્વક જોડાયેલા છે. શી જિનપિંગે સ્થિર સંબંધો, પરસ્પર સહયોગ અને નિયંત્રિત સ્પર્ધાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય કાયાકલ્પ માટે ચીનની આકાંક્ષા અને અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું લક્ષ્ય સાથે મળીને કામ કરી શકે છે, જેનાથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.
https://twitter.com/WhiteHouse/status/2102926157955936657
બંને દેશનાના નેતૃત્વ વચ્ચે થશે વાટાઘાટો
આ રાજદ્વારી મુલાકાત દરમિયાન બંને દેશોના સર્વોચ્ચ નેતૃત્વ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થવાની પૂરી સંભાવના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમની આ મુલાકાત દરમિયાન વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલમાં રોકાણ કરશે. આ બેઠક અગાઉ બંને નેતાઓ વચ્ચેના સંબંધો અને વૈશ્વિક રાજનીતિને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
ભારતની ખાસ નજર આ બેઠક પર
બીજી બાજુ, આ શિખર સંમેલન પર ભારતની પણ ખાસ નજર રહેલી છે. નવી દિલ્હી આ બેઠકને આર્થિક, ઔદ્યોગિક અને ભૂ-રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માની રહી છે. ભારતના વિકસતા સૌર ઉર્જા (સોલાર એનર્જી) અને ઇલેક્ટ્રિક વાહન (EV) ક્ષેત્રો મોટા પાયે ચીનના દુર્લભ પૃથ્વી ચુંબક અને મહત્વપૂર્ણ ખનિજો પર નિર્ભર છે, જે બાબતે ચીન સૌથી મોટો સ્ત્રોત છે. જો આ બેઠક સફળ નીવડે અને વેપારી સંબંધો સુધરે, તો વૈશ્વિક સ્તરે દુર્લભ ખનિજોની પ્રાપ્તિનો માર્ગ વધુ સરળ બની શકે છે, જે ભારત જેવા વિકાસશીલ દેશો માટે પણ અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. આ શિખર બેઠકના પરિણામો આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજાર અને રાજકારણ પર ઊંડી અસરો છોડશે.
આ પણ વાંચોઃ UNGAમાં પેઝેશ્કિયાનનો ટ્રમ્પને સણસણતો જવાબ, કહ્યું- ઈરાન ક્યારેય ઘૂંટણ નહીં ટેકવે
