• નાસાના વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્ક શહેર પર જોખમ હોવાનો અહેવાલ આપ્યો

  • ન્યૂયોર્કનો શહેરી વિસ્તાર દર મહિને પગના નખની જેમ વધી રહ્યો છે
  • શહેરનાં વધી રહેલા વજનને કારણે દરિયાનું જળસ્તર ઉપર આવી રહ્યુ છે

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર ન્યૂયોર્ક સિટી સતત ડૂબી રહ્યું છે. આમ થવા પાછળ શહેરનાં વજનને કારણભૂત ગણવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર શહેરનું આર્થર એશે સ્ટેડિયમ, કોની આઇલેન્ડ અને લાગાર્ડિયા એરપોર્ટ સંભવિત આપત્તિથી તબાહ થનાર પ્રથમ સ્થાનોમાં એક હશે.

ન્યૂયોર્ક સિંકિંગ રિપોર્ટ

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ન્યૂયોર્કનો શહેરી વિસ્તાર દર વર્ષે લગભગ 1.6 મિલીમીટર જેટલો ડૂબી રહ્યો છે, જે દર મહિને પગના નખની જેમ વધે છે. આ રિપોર્ટ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને રુટગર્સ યુનિવર્સિટીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2016 થી 2023 વચ્ચે આર્થર એશે સ્ટેડિયમ અને લાગાર્ડિયા એરપોર્ટ 4.6 મીમી અને 3.7 મીમી ડૂબી ગયા છે. સતત વધી રહેલા દરિયાઈ સ્તરને કારણે ન્યૂયોર્ક ડૂબવાનું જોખમ સતત વધી રહ્યું છે. સંશોધકોએ રિપોર્ટમાં લખ્યું છે કે, ન્યૂયોર્કના દરિયાકાંઠાના વિસ્તારને પૂરથી બચાવવા એ એક સતત પડકાર છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેનો રિપોર્ટ

ન્યૂ યોર્કના જે વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે તેમાં ગવર્નર્સ આઇલેન્ડનો દક્ષિણ ભાગ, સ્ટેટન આઇલેન્ડમાં મિડલેન્ડ અને દક્ષિણ બીચ અને દક્ષિણ ક્વીન્સનો સમાવેશ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ન્યૂયોર્ક સિટીની 1 મિલિયનથી વધુ ઈમારતોનું વજન અંદાજે 1.7 ટ્રિલિયન પાઉન્ડ છે, જેના કારણે ધરતી ધીમે ધીમે શહેરને ગળી રહી છે.

ડેટા પ્રોસેસિંગ ટેકનીકનો ઉપયોગ

યુરોપિયન સ્પેસ એજન્સીએ સેન્ટીનેલ-1 ઉપગ્રહોના રડારમાંથી ડેટા પ્રોસેસિંગ ટેકનીકનો ઉપયોગ કર્યો હતો. અવકાશ એજન્સીએ આસપાસના વિસ્તારો અને પૃથ્વીના સતત ડૂબી જવાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરો સરેરાશ કરતાં વધુ ઝડપથી સંકોચાઈ રહ્યાં છે.

પૃથ્વીની બદલાતી આબોહવા મહાસાગરો પર લાવે છે દબાણ

જેપીએલના વૈજ્ઞાનિક ડેવિડ બેકર્ટે જણાવ્યું હતું કે શહેર સતત ડૂબી રહ્યું હોવાથી દરિયાની સપાટી પર નજર રાખવી જરૂરી છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પૃથ્વીની બદલાતી આબોહવા વિશ્વભરના મહાસાગરો પર દબાણ લાવે છે, જે પૂર જેવી ઘટનાઓ તરફ દોરી જાય છે અને વિનાશક તોફાનોની શક્યતા ઊભી કરે છે.

  • Follow us on: