• ભારત-કેનેડા વિવાદમાં અમેરિકાની ડબલ ગેમ હોવાની શંકા
  • નિજ્જર પર કેનેડાને સૌથી પહેલા ઈનપુટ અમેરિકાએ આપ્યા
  • ખાનગી રીતે અમેરિકી રાજદૂતે PoKની મુલાકાત લીધી

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના મુદ્દે કેનેડા અને ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. કદાચ અમેરિકા આ મુદ્દે ડબલ ગેમ રમતું હોય એવી શંકા લાગી રહી છે. ભારત સાથે ગાઢ સંબંધ હોવા છતાં અમેરિકા રાજદ્વારી દાવપેચ બતાવી રહ્યું છે. નિજ્જર પર કેનેડાને સૌથી પહેલા ઈનપુટ અમેરિકાએ જ Five Eyes (FVEY) જૂથ દ્વારા આપ્યા હતા.

શું અમેરિકાએ કેનેડાનું સમર્થન કર્યું?

ઇનપુટમાં શું હતુ એ બહાર આવ્યું નથી પરંતુ ઇનપુટ મળ્યા બાદ જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. અહેવાલ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી. પરંતુ કેનેડાએ તેનો અર્થ કંઈક અલગ જ સમજી લીધો હતો ત્યાર બાદ ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકી રાજદૂતે PoKની મુલાકાત લીધી

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જ્યારે પાકિસ્તાનમાં યુએસ એમ્બેસેડર ડોનાલ્ડ બ્લોમે (Donald Blome) પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી હતી. જેમાં અમેરિકાની ડબલ ગેમ જોવા મળી હતી.બ્લોમ ગયા અઠવાડિયે શાંતિથી પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાન ગયા હતા. આ માહિતી જ્યારે પ્રકાશમાં આવી ત્યારે વિવાદ વધ્યો અને ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ ખુલાસો કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જી-20 કોન્ફરન્સમાં મીટિંગ માટે અમારું એક પ્રતિનિધિમંડળ પણ કાશ્મીર ગયું હતું.

જ્યારે અમેરિકાએ ફ્રાન્સ સાથે ડબલ ગેમ રમી

મિત્ર દેશો સાથે 'ડબલ ગેમ' રમવાનો અમેરિકાનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેનું હાલનું ઉદાહરણ જોઈએ તો અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી રચીને ઓસ્ટ્રેલિયાને પરમાણુ સંચાલિત સબમરીન આપવાની જાહેરાત કરી હતી. આ ડીલ બાદ ફ્રાન્સે અમેરિકા પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે અમેરિકા અને બ્રિટન સાથે ડીલ બાદ ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીનનો કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો હતો.

કેનેડા પણ અમેરિકાનો શિકાર બન્યું

અમેરિકાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે જેની સાથે અમેરિકા ભારત પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. હકીકતમાં 2010માં અમેરિકા અને કેનેડા વચ્ચે ઓઇલ પાઇપલાઇન સિસ્ટમ બનાવવા માટે એક ડીલ પર હસ્તાક્ષર થયા હતા. તેનું કામ કેનેડિયન એનર્જી કંપની ટીસી એનર્જી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. 2015માં તત્કાલિન યુએસ પ્રમુખ બરાક ઓબામાના કારણે આ પ્રોજેક્ટમાં નોંધપાત્ર વિલંબ થયો હતો. ત્યાર બાદ ડોનાલ્ડે તેમના કાર્યકાળ દરમિયાન તેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કેનેડિયન કંપનીએ પ્રોજેક્ટને છોડી દેવો પડ્યો હતો. જસ્ટિન ટ્રુડોએ જો બાઈડેન સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રોજેક્ટ રદ થયા બાદ કેનેડિયન મીડિયાએ અમેરિકા પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો.

દબાણ કરીને વિયેતનામમાં કરાર કરાવ્યો

અમેરિકાની ડબલ ગેમ વિયેતનામ યુદ્ધ વખતે પણ જોવા મળી હતી. હકીકતમાં આ યુદ્ધમાં અમેરિકાએ સૌથી પહેલા દક્ષિણ વિયેતનામને સમર્થન આપ્યું હતું. પૈસાની સાથે તેમને સૈન્યની મદદ પણ આપવામાં આવી હતી. પરંતુ જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ તેની અસર અમેરિકા પર પણ થવા લાગી હતી. આ યુદ્ધ સામે સ્થાનિક વિરોધ વધવા લાગ્યો અને દબાણ હેઠળ અમેરિકાએ પેરિસમાં ઉત્તર વિયેતનામના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ સમજૂતી થઈ અને અમેરિકાએ બંને પક્ષો પર તેને સ્વીકારવા દબાણ કર્યું હતું.


  • Follow us on: