- અમેરિકામાં હવે આવી ઘટનાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે
- મહિલાએ ચાલુ ફલાઈટમાં ધમકી આપી, અપશબ્દો પણ બોલી
- રોષે ભરાયેલી મહિલા નીચે બેસીને નોંધાવ્યો વિરોધ
અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં હંગામો મચાવ્યો હતો. મહિલાએ પહેલા તેનું પેન્ટ કાઢી નાખ્યું અને રોષે ભરાયેલી મહિલાએ મુસાફરો સામે અભદ્ર વર્તન પણ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ આ આ મહિલાએ ચાલુ ફલાઈટમાં ક્રૂ મેમ્બર અને મુસાફરોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના તાજેતરમાં જ બની હોવાનું કહેવાય છે. એક મુસાફરે પણ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી અને પછી તેને ફેસબુક પર અપલોડ કરી. જેથી આ ઘટના જોતજોતામાં ખૂબ વાયરલ થઈ હતી. તેમજ આ અંગેની ખૂબ ગંભીર નોંધ પણ લેવામાં આવી હતી. લોકોએ આ મહિલાના આવા વર્તનને ધિક્કારતા હતા.
29મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, પેન્સિલવેનિયાની એક કોર્ટમાં 29 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 60 વર્ષીય ડલ્સે હ્યુર્ટાસ 20 નવેમ્બરના રોજ ઓર્લાન્ડોથી ફિલાડેલ્ફિયા જવા માટે ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં સવાર થયા હતા. આ દરમિયાન તેણે બે કોકટેલ પીધી. તે જ સમયે જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું ત્યારે તે પોતાની સીટ પરથી ઊભી થઈ અને વોશરૂમ જવા લાગી. આના પર ફ્લાઈટ એટેન્ડન્ટે તેને પોતાની સીટ પર બેસી રહેવા કહ્યું, પરંતુ મહિલાને આ પસંદ ન આવ્યું અને બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો.
મહિલાએ ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે દુર્વ્યવહાર કર્યો
એવું કહેવાય છે કે મહિલાએ ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી પોતાની સીટ પર પાછી ચાલી ગઈ. પ્લેન લેન્ડ થયા બાદ મહિલાએ પેસેન્જર્સ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું, જેના પર ફ્લાઈટ એટેન્ડન્ટે કેપ્ટનને જાણ કરી. કેપ્ટને આ અંગે સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી.
મહિલાએ ગુસ્સામાં વસ્ત્રો ઉતાર્યા
મહિલાએ શૌચાલય સુધી પહોંચવા માટે પેસેન્જરોને તેના રસ્તામાંથી હટાવવાનું શરૂ કર્યું. જોકે, ફ્લાઇટ એટેન્ડન્ટ અને અન્ય લોકોએ તેને રોકી હતી. આની પર મહિલાએ પોતાના વસ્ત્રો ઉતારવા લાગી હતી. એટલું જ નહીં તે વધુ બેહૂદું વર્તન કરવા લાગી હતી. મહિલા આટલેથી ન અટકીને કોરિડોરમાં બેસી ગઈ હતી અને પછીથી તે સીધી ઉભી થઈને વિરોધ કર્યો હતો.
મુસાફરોને મારી નાખવાની ધમકી આપી હતી
આ પછી મહિલા દરવાજા તરફ જવા લાગી અને મુસાફરોને કહેવા લાગી - મને પસાર થવા દો. જ્યારે ક્રૂ મેમ્બર્સે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે દુર્વ્યવહાર શરૂ કરી દીધો. તેણે મુસાફરોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ મહિલા વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.