પાકિસ્તાનમાં શનિવારે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા સૌથી અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તૂનખ્વા સુબાના બુનેર જિલ્લામાં એક વાહન અકસ્માતનું ભોગ બન્યું હતું. બ્રેક ફેલ થઈ જતા આ વાહન ઊંડી ખીણમાં ખાબક્યું હતું. જેથી તેમાં સવાર સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાહન કાબૂ બહાર થઈને સીધું ખીણમાં ખાબક્યું હતું. પોલીસ અને બચાવ ટીમને જાણ થતા ઘટનાસ્થળે જઈ ભારે જહેમતથી કાર્યવાહી હાથ ધરી હતી. 


ગયા મહિને પાકિસ્તાનમાં ત્રણ સ્થળોએ માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા હતા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આમાંથી એક અકસ્માતમાં બે વાહનો સામસામે અથડાતા આગ લાગી હતી. વાહનની અંદર ફસાયેલા પાંચ લોકો બહાર ન આવી શક્યા અને બળીને રાખ થઈ ગયા હતા.

પાંચ લોકો દાઝી ગયા

મળતી માહિતી અનુસાર, આ અકસ્માતો બલૂચિસ્તાનના સિબી, નોશ્કી અને વાશુક જિલ્લામાં થયા છે. સૌથી ભયંકર દુર્ઘટના વાશુકના નાગ વિસ્તારમાં બની હતી. અહીં ઈરાન પેટ્રોલ લઈ જતું ઝામ્બિયન વાહન અન્ય વાહન સાથે અથડાયું હતું. બંને વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે વાહનની અંદર રહેલા લોકોને બચવાની કોઈ તક મળી ન હતી. તેમાંથી પાંચ બળીને ભડથું થઈ ગયા હતા.

આ અકસ્માતમાં 25 લોકોનાં મોત થયા હતા

ઓગસ્ટમાં કાહુટાથી રાવલપિંડી જઈ રહેલી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 25 લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, કોસ્ટર(બસ)ની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતદેહોને હાલમાં કાહુટાના તહેસીલ હેડક્વાર્ટર હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, બસમાં 26 મુસાફરો હતા. આ અગાઉ ઈરાનથી 70 શિયા યાત્રીઓને લઈ જતી બસ બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાણ કોસ્ટલ હાઈ-વે પરથી કાબૂ માર્ગ ગુમાવ્યો હતો અને અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા.


  • Follow us on: