ઈરાન દેશમાં મહિલાઓનાં લાંબા સમયથી હિજાબનો વિરોધ થઈ રહ્યો છે. તાજેતરમાં એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રોડ પર જઈ પોતાના કપડાં ઉતારી દીધા હતા. મળતી માહિતી અનુસાર, દેશના કડક કાયદા ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે એક યુવતીએ ઈરાની યુનિવર્સિટીમાં પોતાના કપડાં ઉતારી દીધા હતા.


 

ઈરાનમાં ફરી એકવાર હિજાબ વિરોધી આંદોલન શરૂ થાય તેવી એંધાણ દેખાઈ રહ્યા છે. ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તા વચ્ચે પોતાના કપડાં ઉતારી દીધા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક શાખાના સુરક્ષાકર્મીઓ એક અજાણી મહિલાની અટકાયત કરતા જોઈ શકાય છે. યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહઝૂબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું

વિરોધમાં કપડાં ઉતાર્યા

જો કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને તેના કપડાં કાઢી નાખ્યા હતા. સોશિયલ મીડિયા એક્સ પરના એક યુઝરે વીડિયોની સાથે લખ્યું, 'મોટાભાગની મહિલાઓને જાહેરમાં કપડાં કાઢવાના વિરોધને ખરાબ બાબત ગણી. ફરજિયાત હિજાબ પર અધિકારીઓના મૂર્ખ આગ્રહની આ પ્રતિક્રિયા છે.

 મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડાઈ

મહિલા અંગે કોઈ જાણકારી નથી મળી. મળતી માહિતી અનુસાર એક વેબસાઈટ પર લખ્યું કે આ કૃત્ય માટે જવાબદાર મહિલાને ગંભીર માનસિક સમસ્યાઓ છે અને તેની તપાસ પછી તેને એક માનસિક હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

વર્ષ-2022માં હિજાબનો વિરોધ શરૂ થયો

ઈરાનમાં હિજાબ છોડીને અધિકારીઓને પડકાર આપનારી મહિલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. આનો પ્રારંભ સપ્ટેમ્બર-2022માં કથિત રીતે હિજાબ નિયમોનો ઉલાળિયો કરવા માટે પોલીસની અટકાયતમાં એક ઈરાની કુર્દ મહિલાના મોત પછી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ઈરાની શાસન અને સુરક્ષાદળોએ હિંસક રીતે બળવાને દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટયા હતા.

  • Follow us on: